અંકલેશ્વરની વાલિયા ચોકડીના બ્રિજ પર ગાબડું પડતા અહીંયાંથી પસાર થતા વાહન ચાલકોને પડતી તકલીફો સામે એક પોલીસ જવાને પ્રસંશનીય કામગીરી કરી છે. જેમાં પોલીસ જવાન જાતે જ હાથોમાં પાવડો લઈને માટીથી ગાબડું પુર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.ભરૂચ જિલ્લા પોલીસની વધુ એક પ્રશંસનીય કામગીરીનો વીડિયો વાઇરલ થયો […]
વાગરાના કચ્છીપુરા ગામ પાસે ઓએનજીસીના વેલમાંથી લિકેજ થયેલાં ઓઇલના ખાબોચિયામાં ફસાવાથી 25 જેટલાં ઊંટના મોત થયાં હતાં. જેમાં જીપીસીબીએ કંપનીને 50 લાખનો દંડ પણ કર્યો હતો. દરમિયાનમાં વાગરાના જ કદોડરા ગામ પાસે આવેલી ઓએનજીસીની વેલની કુંડીમાં એક ગાય પડી જતાં ફસાઇ ગઇ હતી.ચારથી પાંચ ફૂટ ઉંડી કુંડીમાં ફસાયેલી ગાયનું માત્ર […]
ભરૂચમાં શનિવાર અને રવિવારે ધોધમાર વરસ્યાં બાદ મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે પણ આજે બુધવારે વરસાદ ઓછો અને ગરમી વધારે પડવાની આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ છે અને રાજયના તમામ જિલ્લાઓને મેઘરાજાએ ધમરોળી નાંખ્યા છે પણ હવે વરસાદે પોરો ખાધો છે. ભરૂચમાં મંગળવારનો દિવસ કોરોકટ […]
અમદાવાદના સોનીની કારને ભરૂચના નબીપુર નજીક આંતરી તમંચાની નોક પર ચલવાયેલી લૂંટમાં LCB એ મુંબઈથી માસ્ટર માઇન્ડ નીરવ શાહને ઉઠાવી લીધો છે. ભરૂચના નબીપુર – ઝનોર માર્ગ પર 23 જૂને અમદાવાદના સોનીને બે કારમાં આવેલા લૂંટારુંઓએ હથિયારો બતાવી 2 કિલો સોનું અને રોકડા મળી ₹1.25 કરોડની લૂંટ ચલાવી હતી.ભરૂચ પોલીસે […]
અંકલેશ્વર GIDCની કાકડીયા કેમિકલ કંપનીના બ્લાસ્ટ સાથે આગનો લાગવાનો બનાવ બન્યો હતો. બ્લાસ્ટના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા અંકલેશ્વર ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવ્યા હતાં.અંકલેશ્વરના GIDC વિસ્તારમાં કાકડીયા કેમિકલ કંપની આવેલી છે. જેમાં આજરોજ સવારના સમયે કાકડીયા કેમીકલ કંપનીમાં પ્રોસેસીંગ વખતે બ્લાસ્ટ થતાં દોડધામ […]
ભરૂચ જિલ્લામાં બુલેટ ટ્રેનનો ટ્રેક નાખવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે આ પ્રોજેકટ ભરૂચ જિલ્લાના પરિએજ તથા આસપાસના ગામોના ખેડૂતો માટે સમસ્યાનું સર્જનહાર બન્યો છે. વરસાદી પાણીનો નિકાલ અટકી જતાં ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયાં છે.પરીએજ ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર પરીએજ ગામમાંથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ટ્રેક નાખવામાં આવી […]
અંકલેશ્વર અને રાજપીપળાને જોડતાં ચાર માર્ગીય રોડની કામગીરીને ગ્રહણ લાગ્યું હોય તેમ વર્ષોથી રોડની કામગીરી હજી પૂર્ણ થઇ શકી નથી અને હવે તેમાં ચોમાસું શરૂ થઇ જતાં રસ્તાઓનું ધોવાણ શરૂ થઇ ચુકયું છે અને હાલમાં જ ગુમાનદેવ પાસે બનાવવામાં આવેલાં બ્રિજ પર ખાડો પડી ગયો છે.મુલદથી ઉમલ્લા સુઘી નો ઘોરીમાર્ગ […]
અંકલેશ્વર જીઆઇડીસીમાં ઔદ્યોગિક પ્રદુષિત પાણી વરસાદી સ્ત્રાવમાં છોડવાનું યથાવત જોવા મળી રહ્યું છે. જીપીસીબી, નોટીફાઈડ અને એનસીટીનું સતત મોનીટંરીગ હોવા છતાં બેજવાબદાર ઉદ્યોગોનું કારસ્તાન સામે આવી રહ્યું છે. પીળા કલરનું એસિડિક પાણી આમલાખાડી પમ્પીંગ સ્ટેશન તરફ આવતી ખાડીમાં પાઇપ મારફતે વહેતુ નજરે પડ્યું હતું. જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી નમૂના […]
અંકલેશ્વરના માંડવા ટોલપ્લાઝા નજીક વાહનની ટક્કરે યુવાનનું મોત, પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી અજાણ્યા વાહનચાલકને શોધવાની કવાયત હાથ ધરી અંકલેશ્વર જીઆઇડીસીની ગ્લેનમાર્ક કંપનીમાં ફરજ બજાવતા 22 વર્ષીય યુવાન ભરૂચના ઝાડેશ્વરમાં ધરે પરત ફરી રહ્યો હતો. આ સમય દરમિયાન અજાણ્યા વાહનચાલકે બાઈકને ટક્કર મારતા તે રોડ પર પટકાતા ગંભીર ઇજાના પગલે […]
ભરૂચ એલસીબીએ નેત્રંગના થવા ચેક પોસ્ટ પાસેથી બાતમીના આધારે બોલેરો ગાડીમાં બનાવેલ ચોરખાનામાંથી 65 હજારથી વધુનr કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા હતા.ભરૂચ જિલ્લામાં ચાલતી દારૂ જુગારની પ્રવૃત્તિ અટકાવવા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની સૂચનાને પગલે ભરૂચ એલસીબીનો સ્ટાફ નેત્રંગ તાલુકામાં […]