ચરોતર એજ્યુકેશન સોસાયટી,આણંદમાં મંત્રીશ્રી કે.ડી.પટેલની પ્રેરણાથી ચાલતા સિનિયર સિટીઝન ફોરમ,આણંદ ખાતે ડી.એન.હાઇસ્કૂલ કેમ્પસના પ્રાર્થના મંદિર હોલમાં માસના અંતે મળતી સામાન્ય સભામાં ‘ગુજરાતી ગીત ગુંજન’નો કાર્યક્રમ યોજાઈ ગયો. જી.એન.ભાવસાર દ્વારા રજૂ કરાયેલ પ્રાર્થના બાદ પ્રમુખશ્રી મહેશભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી કરાઓકે ક્લબ બાકરોલના ગાયક કલાકારોનો પરિચય આપી સન્માન કર્યું હતું. અમેરિકા […]
Month: March 2024
જંબુસર તાલુકાના સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનશી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા પરંતુ આફ્રિકાના દેશોમાં ઘણીવાર ભારતીયોને યેનકેન પ્રકારે મૃત્યુના શરણે જવું પડે છે. સારોદ ગામનાં સાહિલ અબ્દુલ અજીજ મુનશી નોકરીએથી છૂટીને પરત પોતાના નિવાસ્થાને ગાડીમાં જઈ રહ્યા હતો ત્યારે નીગ્રો જાતિના લોકોએ લૂંટવા માટે તેમને […]
લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વાહન ચેકિંગ સઘન બનાવી દેવામાં આવ્યું છે. બી ડિવિઝન પોલીસની ટીમ મહાવીર ટર્નિગ પાસે ચેકિંગ કરતી હતી તે સમયે જીજે-21 ટી-9831 નામની ફોર્સ ટ્રાવેર્લ્સને રોકી તપાસ કરવામાં આવી હતી. ગાડીનો રજીસ્ટ્રેશન નંબર પોલીસની ગુજકોપ એપમાં નાખવામાં આવતાં આ નંબર બીજી 2 ફોર્સ ગાડી નોંધાયેલી હોવાનું બતાવતા પોલીસ […]
ભરૂચ જિલ્લામાં મુખ્યમંત્રી જ્ઞાનસાધના પરીક્ષાનું આયોજન કરાયું છે, જેમાં 14 હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે 57 પરીક્ષા કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષામાં પાસ થઈને મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓને 20 થી 25 હજારની સ્કોલરશિપ આપવામાં આવશે. સારી આર્થિક સ્થિતિ ન ધરાવતા અને હોશિયાર વિદ્યાર્થીઓના અભ્યાસમાં સહાય મળી રહે તે માટે […]
ભરૂચ જિલ્લામાં સ્પાની આડમાં શ્રવણ ચોકડી પાસે આવેલા પદ્મશ્રી કોમ્પ્લેક્ષમાં વિદેશી યુવતીઓ મારફતે ચાલતા દેહ વ્યાપારમાં ચાર વિદેશી યુવતીઓને મુક્ત કરાવી બે ઈસમોને ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ જિલ્લામાં અનેક સ્થળોએ મસાજ સેન્ટરના નામે બહારથી વિદેશી યુવતીઓ બોલાવી તેમની પાસે દેહ વ્યાપાર કરાવવામાં આવતા હોય છે. જોવા […]
ભરૂચ લોકસભા બેઠકની 7મી મેના રોજ યોજાનારી ચૂંટણીને અનુલક્ષી આચારસંહિતા લાગુ પડી ચૂકી છે ત્યારે તેની સૌથી વધારે અસર સરકારી કચેરીઓમાં જોવા મળી રહી છે. નગરપાલિકા, કલેકટર, મામલતદાર સહિતની કચેરીઓમાં સામાન્ય દિવસોની સરખામણીએ અરજદારો અને મુલાકાતીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. નગરપાલિકા કચેરીએ જન્મ મરણના દાખલા સહિતની કામગીરી માટે આવતાં લોકોની […]
સમસ્ત ભરૂચ જીલ્લા માછીમાર સમાજના આગેવાનોએ ભાડભૂત બેરેજ યોજના ખાતે પહોંચી કલ્પસર વિભાગના અધિકારીઓને રજૂઆત કરી હતી. જેમાં ભાડભૂત બેરેજના અસરગ્રસ્ત પરંપરાગત માછીમાર પરિવારોની રોજગારી માટેની આલીયાબેટની જમીનની ફાળવણીની દરખાસ્ત મંજૂર કરાઈ હતી. તેમ છતાંય આ જમીન ઉદ્યોગ કારોને આપી દેવામાં આવતા માછીમાર સમાજમાં પુનઃ આક્રોશ ફેલાઈ ગયો છે.જેથી ભાડભૂત […]
‘૨૭ માર્ચ-વિશ્વ રંગભૂમિ દિન’ નિમિત્તે નડિયાદની ૮૪ વર્ષ જુની-જાણીતી નાટય સંસ્થા “નડિયાદ કલામંદિર’ ખાતે ‘ગુજરાત દર્પણ’-અમેરિકા, મોરલીધર પ્રેસ પ્રા.લિ.નડીઆદ ના સંયુકત ઉપક્રમે ‘વિશ્વ રંગભૂમિ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી રામકૃષ્ણ સેવા મંડળ, આણંદના માનદ્ નિયામકશ્રી ડૉ. આર.પી.પટેલ, તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રી નૃપેશ બી. […]
ખ્રિસ્તી સમુદાયના લોકોએ ઈસુએ લોકો માટે આપેલા બલિદાનને યાદ કરીને પ્રાર્થનાઓ કરી પાળક દ્વારા આપવામાં આવેલા સંદેશ સાંભળ્યા હતા. ભરૂચ જિલ્લામાં વસતા ખ્રિસ્તી સમુદાયના લોકોએ પ્રભુ ઈસુએ માનવજાત માટે આપેલા બલીદાનના દિવસને યાદ કરીને ગુડ ફ્રાઈડે એટલે ભલા શુક્રવાર તરીકે મનાવે છે.આ દિવસે તેમને ક્રુસ પર ચઢાવી તેમને શરીરિક યાતનાઓ […]
સિનિયર સિટીઝન ફોરમ,બાકરોલ ગામ અને સોસાયટી વિસ્તારની સામાન્ય સભા અને સંગીત સંધ્યાનું આયોજન શિવગંગા બંગલો ખાતે કરવામાં આવ્યું હતું. ફોરમના પ્રમુખશ્રી ધીરુભાઈ સી. પટેલના અધ્યક્ષપદે યોજાયેલ આ સભામાં ફોરમના વડીલ સ્વ.શ્રીપરષોત્તમભાઈ એસ.પટેલ અને તેમના બહેન બેલાબેનના જન્મદિન નિમિત્તે મનોરંજન માટે સંગીત સંધ્યાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વોઇસ ઓફ મુકેશથી […]