અંકલેશ્વર જીઆઇડીસીમાં ઔદ્યોગિક પ્રદુષિત પાણી વરસાદી સ્ત્રાવમાં છોડવાનું યથાવત જોવા મળી રહ્યું છે. જીપીસીબી, નોટીફાઈડ અને એનસીટીનું સતત મોનીટંરીગ હોવા છતાં બેજવાબદાર ઉદ્યોગોનું કારસ્તાન સામે આવી રહ્યું છે. પીળા કલરનું એસિડિક પાણી આમલાખાડી પમ્પીંગ સ્ટેશન તરફ આવતી ખાડીમાં પાઇપ મારફતે વહેતુ નજરે પડ્યું હતું. જીપીસીબી દ્વારા સ્થળ તપાસ કરી નમૂના લીધા હતા. અંકલેશ્વર જીઆઇડીસીમાં વરસાદી માહોલ વચ્ચે પ્રદુષિત પાણી જાહેરમાં કે વરસાદી કાંસમા નહિ છોડવા ઉદ્યોગ મંડળની સ્પષ્ટ તાકીદ હોવા છતાં પુનઃએકવાર રવિવારના રોજ જીઆઇડીસીમાંથી પસાર થતી વરસાદી કાંસમાં પાઇપલાઈન મારફતે બેજવાબદાર અને બેખોફ ઉદ્યોગોકારો દ્વારા પીળા કલરનું એસિડિક પાણીનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. એક તરફ જીપીસીબી, એન.સી.ટી અને નોટિફાઈડ ટીમ વરસાદી સ્ત્રાવમાં પ્રદુષિત પાણી નહિ છોડાય તે માટે સતત મોનીટંરીગ કરી રહી છે. ત્યારે તંત્રનો પણ ડર રાખ્યા વગર બિન્ધાસ્ત પ્રદુષિત પાણીનો જાહેરમાં નિકાલ કરતા કેટલાક બેજવાબદાર ઉદ્યોગોને લઇ આખી એસેટ બદનામાં થઇ રહી છે. પાઇપલાઇન વડે પ્રદુષિત પાણી છોડવામાં આવી રહ્યું હતું તે કાંસ પીરામણ પમ્પીંગ સ્ટેશન પર જાય છે અને ત્યાં જાતે ઓવરફ્લો થાય તો આ પ્રદુષિત પાણી સીધું જ આમલાખાડીમાં વહેતુ થાય છે. બેજવાબદાર ઉદ્યોગોના કારણે જળશૃષ્ટિનો નાશ થતો હોય છે. જેથી આવા બેજવાબદાર ઉદ્યોગકારો સામે કડકમાં કડક કાર્યવાહી કરાય તેવી લોક માગ ઉઠી છે.
અંકલેશ્વર GIDCમાં ઔદ્યોગિક પ્રદુષિત પાણી વરસાદી સ્ત્રાવમાં છોડવાનું યથાવત, એક પાઈપમાંથી પીળા કલરનું પ્રદુષિત પાણી વહેતુ નજરે પડ્યું
Views: 111
Read Time:2 Minute, 12 Second