ભરૂચમાં શનિવાર અને રવિવારે ધોધમાર વરસ્યાં બાદ મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગે પણ આજે બુધવારે વરસાદ ઓછો અને ગરમી વધારે પડવાની આગાહી કરી છે. ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઇ છે અને રાજયના તમામ જિલ્લાઓને મેઘરાજાએ ધમરોળી નાંખ્યા છે પણ હવે વરસાદે પોરો ખાધો છે. ભરૂચમાં મંગળવારનો દિવસ કોરોકટ રહયો હતો. રાજયના હવામાન વિભાગે આજે બુધવારના રોજ જિલ્લામાં 17 મિમી જેટલો વરસાદ થવાની આગાહી કરી છે.હવામાન વિભાગના જણાવ્યાં મુજબ ભરૂચમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. ભેજનું પ્રમાણ 53 ટકા અને પવનની ગતિ 19 કિમી પ્રતિ કલાકની રહેશે. આમ આજે ભરૂચવાસીઓને વરસાદ ઓછો પણગરમી વધાર લાગશે. મેઘરાજાએ વિરામ લીધાં બાદ હવે બફારો વધી રહયો હોવાથી લોકો ફરી પરસેવાથી રેબઝેબ થઇ રહયાં છે.આકરી ગરમીના કારણે ફરી એક વખત જન જીવન ઉપર અસર જોવા મળી રહી છે. મેઘરાજા પુન: ભરૂચ જિલ્લા પર મહેર વરસાવે તેવી આશ લગાવી લોકો બેઠા છે.
ભરૂચ જિલ્લામાં આજે વરસાદ ઓછો પણ ગરમી વધારે પડશે
Views: 142
Read Time:1 Minute, 24 Second