અંકલેશ્વરની વાલિયા ચોકડીના બ્રિજ પર ગાબડું પડતા અહીંયાંથી પસાર થતા વાહન ચાલકોને પડતી તકલીફો સામે એક પોલીસ જવાને પ્રસંશનીય કામગીરી કરી છે. જેમાં પોલીસ જવાન જાતે જ હાથોમાં પાવડો લઈને માટીથી ગાબડું પુર્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.ભરૂચ જિલ્લા પોલીસની વધુ એક પ્રશંસનીય કામગીરીનો વીડિયો વાઇરલ થયો છે. તમે લોકોએ સામાન્ય રીતે પોલીસ જવાનના હાથોમાં લાકડી અથવા બંદૂક જોઈ હશે, પરંતુ અંકલેશ્વરના એક પોલીસ જવાને વાહન ચાલકોને પડતી તકલીફોમાંના કારણે હાથોમાં પાવડો ઉઠાવ્યો હતો. અંકલેશ્વર શહેરના વાલીયા ચોકડી પર વરસાદના કારણે માર્ગો ઉપર ગાબડાં પડ્યા હતા. જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. સાથે ટ્રાફિકની સમસ્યાઓ પણ ઉદ્દભવી હતી.જે સ્થાનિક ટ્રાફિક પોલીસ જવાનને ધ્યાને આવતા ગાબડાં પુરાવા માટેના મટીરીયલની વ્યવસ્થા કરી જાતે હાથોમાં પાવડો લઈને ગાબડાં પુરવા લાગ્યા હતા. જેનો વીડિયો હાલ વાઇરલ થયો છે. આ પોલીસ જવાનની કામગીરીને લોકો વખાણી રહ્યા છે. જ્યારે બે દિવસ પહેલા પણ વરસતા વરસાદમાં બીટીઈટી મહિલા જવાન ટ્રાફિક નિયમન કરાવતી હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો.
પોલીસ જવાનની પ્રસંશનીય કામગીરી:અંકલેશ્વરની વાલિયા ચોકડી બ્રિજ પર પડેલું ગાબડું પોલીસ જવાને જાતે જ પુર્યું;
Views: 118
Read Time:1 Minute, 45 Second