
અંકલેશ્વર
અંકલેશ્વરની આમલાખાડી માં ઠલવાયેલુ મૃત માછલીના બિયારણને બહાર કાઢી લેવામાં આવ્યું છે. બે દિવસ પૂર્વે અજાણ્યા ઈસમો કોથળા ઓ ભરી મૃત માછલીઓને આમલાખાડીમાં ઠાલવી દીધી હતી. દૂષિત પાણીને લઇ એક તબક્કે માછલાંના મોત થયું હોવાનું સામે આવી રહ્યું હતું જો કે જીપીસીબી તરફથી સ્થળ તપાસ કરતા કોથળામાં રહેલા માછલાં બિયારણ હોવાનું બહાર આવ્યું હતું. જીપીસીબીની તાકીદ બાદ નોટીફાઇડ વિભાગે ફાયર વિભાગની મદદથી માછલાઓને બહાર કાઢવાની કવાયત હાથ ધરી છે. અંદાજે 15થી વધુ કોથળા ભરેલ મૃત માછલાં નીકળ્યા હતા.જેને સુરક્ષિત રીતે અન્યત્ર ખસેડી લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જીપીસીબી તરફથી સ્થળ તપાસ કરતા માછલાંના બિયારણ મળ્યા.