
મે. પોલિસ કમિશનર શ્રી અનુપમસીંહ ગેહલોત સાહેબ, સુરત શહેર તથા અધિક પોલીસ કમીશ્નર શ્રી કે. એન. ડામોર સાહેબ, સેકટર-૨, સુરત શહેર તથા અધિક પો.કમિ. શ્રી આર. પી. બારોટ સાહેબ, ઝોન-૦૫ સુરત શહેર તથા મદદનીશ પોલિસ કમિ. શ્રી બી. એમ. ચૌધરી સાહેબ, કે-ડીવીઝન સુરત શહેર નાઓએ રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેર ખાતે રજીસ્ટર થયેલ પાર્ટ-એ ગુ.ર.નં-૧૧૨૧૦૦૫૦૨૪૧૧૬૯/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતાની કલમ-૩૦૩ (૨) મુજબના મંગળસુત્ર ચોરીના ગુનાના કામે મુદ્દામાલ તથા આરોપીઓને વહેલી તકે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના અને સતત સુપરવીઝન અન્વયે રાંદેર સીનીયર પો.ઇન્સ.શ્રી. આર.જે.ચૌધરી રાંદેર પો.સ્ટે સુરત શહેર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પો.સ.ઇ બી.એસ..પરમાર નાઓએ સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી રાંદેર વિસ્તાર તેમજ સુરત શહેરના અલગ અલગ શંકાસ્પદ વિસ્તારમા હુમન સોર્સ અને ટેકનીકલ તેમજ સી.સી.ટી.વી ફુટેઝ આધારે મુદ્દામાલ અને આરોપીઓને શોધી કાઢવા સઘન પ્રયાસો શરૂ કરેલ જે અનુસંધાને અ.હે.કો.કિરીટસિંહ રામસંગભાઇ બ.નં.૧૭૯ તથા અ.પો.કો.ભવાનસિંહ હવુભા બ.નં.૩૪૯૧ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે, અંકલેશ્વરથી આવી સુરત શહેરમાં ભીડભાડવાળી જગ્યાઓ અને મંદિરોમાં જઈ નજર ચુકવી ચેઈન/મંગળસુત્ર વિગેરે જેવા ઘરેણાની ચોરી કરી પોલીસથી બચવા અલગ-અલગ રીક્ષાઓમાં બેસી સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન પોંહચી ત્યાંથી એસ.ટી.બસમાં બેસી અંકલેશ્વર પરત થઈ જતી મહીલા ટોળકીને સ્થાનીક પોલીસની મદદથી અંકલેશ્વર મુકામેથી પકડી પાડી રાંદેર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ચીઈન/મંગળસુત્ર ચોરીનો ગુનો ઉકેલી કાઢી ચોરીમાં ગયેલ કુલ્લે રૂ.૭૫,૦૦૦/-ની મત્તાના મુદ્દામાલ સાથે મહીલા આરોપી ટોળકીને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલી ગુનો ડીકેકટ કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.