અંકલેશ્વરના પાનોલીમાં રૂપિયા 300 ની લેતીદેતી મામલે એક વ્યક્તિની હત્યા કરાતા ચકચાર મચી જવા પામી છે.ઉધાર લઈ ગયેલ સમાનના રૂપિયા ન આપતા દુકાનદારે ગ્રાહકની છરીના ઘા મારી હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો.અંકલેશ્વરના પાનોલીમાં માત્ર 300 રૂપિયાની લેવડ દેવડ મામલે એક વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. […]
Month: April 2021
ભરૂચની નેત્રંગ પોલીસે ગુજરાતથી મહારાષ્ટ્ર લઈ જવાઈ રહેલી 15 ભેંસને મુક્ત કરાવી, એક ઈસમ ઝડપાયો નેત્રંગ પોલીસ મથકનો સ્ટાફ ગામના ચાર રસ્તા પર નાઈટ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન અંકલેશ્વર તરફથી આવતા આઇસર ટેમ્પો નંબર-જી.જે.16.એ.યુ.6846ને અટકાવ્યો હતો અને ટેમ્પોના પાછળના ભાગે લગાવેલ તાડપત્રી ખોલી જોતાં તેમાંથી 15 ભેંસો મળી આવી હતી […]
રેમડેસિવર ઇન્જેક્ષન ની અછત નો મામલો રાજ્ય સરકાર ની સૂચના અનુસાર જીએમસીએલ(ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લિમિટેડ ) દ્વારા તમામ જિલ્લા ના કલેક્ટર ને અપાઇ સત્તા ખાનગી કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલો ને રેમડેસિવર વહેંચણી માટે અપાઇ સત્તા સરકારી કોવિડ હોસ્પિટલો ને પૂરતો જથ્થો આપ્યા બાદ જો રેમડેસિવર નો સ્ટોક વધે તો એ […]
ભરૂચમાં તાર પર કપડાં સુકવતી માતાને વીજ કરંટ લાગ્યો ,બે પુત્રો બચાવવા જતાં એકનું મોત ભરૂચ શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા લોઢવાડના ટેકરા નીચે નદી કિનારે આવેલી ઝૂંપડપટ્ટીમાં મંજુબેન ઉદયસંગ ઓડ તેના પરિવાર સાથે રહે છે. તેમના ઘરના પતરાને અડીને વીજ લાઈનનો વાયર પસાર થાય છે. ઓડ પરિવારે કપડાં સુકવવાનો […]
અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલા એરિસ્ટો પ્લાઝા કોમ્પ્લેક્ષ નીચે થયેલ મારમારીના સીસીટીવી કેમેરાના ફૂટેજ બહાર આવ્યા અંકલેશ્વરના જે.કે.એપાર્ટમેન્ટમાં રહેતો નસિમખાન કદીરખાન પોતાના કામદાર બિલાલખાન રિયાઝ મહમદખાન તેમજ અન્ય મિત્ર જીતુ પટેલ તેમજ અફઝલ પઠાણ એરિસ્ટો પ્લાઝા કોમ્પ્લેક્ષ નીચે બેઠા હતા. તે દરમિયાન તેઓના કોમ્પ્લેક્ષ પાછળ સ્પા ચલાવતા અકીલખાન કદીરખાન અને […]
ભરૂચ નગર પાલિકાએ પ્લાસ્ટિકના છુટાછવાયા કચરાના નિકાલ માટે નવતર અભિગમ અપનાવ્યો ભરૂચ શહેરમાં કચરાપેટીની બહાર પડેલી પ્લાસ્ટિકની થેલીઓ આરોગતી ગાયમાતાઓના દ્રશ્યો પ્રકાશમાં આવ્યા હતા. ભરૂચ નગર પાલિકાએ પ્લાસ્ટિકના છુટાછવાયા પડી રહેતાં કચરાના નિકાલ માટે નવતર અભિગમ અપનાવ્યો છે.ભરૂચ શહેરના 11 વોર્ડમાં કચરાના નિકાલ માટે કચરાપેટીઓ મુકવામાં આવી છે. આ કચરાપેટીઓમાં […]
ભરૂચનાં હાલ…બેહાલ…! ખાનગી લેબોરેટરીઓની બહાર કોવિડ-19 નાં રિપોર્ટ કઢાવવા દર્દીઓની લાંબી કતારો… ભરૂચમાં ખાનગી લેબોરેટરીની બહાર દર્દીઓની કતારો લાગવા માંડી છે. કોરોના મહામારીનાં કારણે દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.ભરૂચ વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા આ વધારાને નિયંત્રણમાં લેવા માટે કોઈ કામગીરી કરવામાં આવે તેવી લોક માંગણી ઉઠી છે. અહીં નોંધનિય […]