

જમિઅત ઉલ્માએ હિન્દ આણંદ જિલ્લા ના પ્રમુખ મુફ્તી ઈલ્યાસ મઝાહિરી સાહેબ ની અપીલ પર આજરોજ સોજીત્રા તાલુકા ખાતે તમામ મસ્જિદો માં વકફ એમિડમેન્ટ બિલ નો મુસ્લિમ બિરદરો દ્વારા શાંતિ પૂર્વક જમણા હાથ પર કાળી પટ્ટી બાંધી ને વિરોધ કરવામાં આવ્યો હતો. જેમા જમિયત ઉલ્માએ હિન્દ આણંદ જિલ્લા ના જનરલ સેક્રેટરી જાવેદભાઈ માસ્ટર દ્વારા જણાવેલ કે આગામી સમય માં આ બાબતે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ અને જમિયત ઉલ્માએ હિન્દ દ્વારા જે પણ કાર્યકમ આપવામાં આવશે તે મુજબ શાંતિ પૂર્વક ના આયોજન કરવામાં આવશે. સોજીત્રા શહેર ખાતે 1500 થી વધુ લોકો એ આ વિરોધ માં શાંતિપૂર્વક ભાગ લીધો હતો.
(રિપોર્ટર, અનવર બહાદરપુરવાલા, આણંદ)