અંકલેશ્વર અને રાજપીપળાને જોડતાં ચાર માર્ગીય રોડની કામગીરીને ગ્રહણ લાગ્યું હોય તેમ વર્ષોથી રોડની કામગીરી હજી પૂર્ણ થઇ શકી નથી અને હવે તેમાં ચોમાસું શરૂ થઇ જતાં રસ્તાઓનું ધોવાણ શરૂ થઇ ચુકયું છે અને હાલમાં જ ગુમાનદેવ પાસે બનાવવામાં આવેલાં બ્રિજ પર ખાડો પડી ગયો છે.મુલદથી ઉમલ્લા સુઘી નો ઘોરીમાર્ગ પર ખાડા પડવાની શરૂઆત થઇ ચુકી છે.દર ચોમાસામાં વરસાદના કારણે માર્ગ ઘોવાય જતા હોય છે અને વાહન ચલાવવાનું પણ મુશ્કેલ બની જતું હોય છે. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ અંકલેશ્વરથી રાજપીપળા સુધીના માર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.ચાર વર્ષથી વધારે સમય થઇ ગયો હોવા છતાં અંકલેશ્વરથી ઉમલ્લા સુધીના રસ્તાનું કામ પૂર્ણ થઇ શકયું નથી. કરોડો રૂપિયાના ખર્ચે માર્ગોનું નવીનીકરણ થયુ હોઇ છે. પરંતુ માર્ગો એક વર્ષ પણ ટકતા નથી તેવામાં માર્ગ પર મોટા ખાડા પડતા વાહનોના ટાયર ખાડામાં ખાબકવાના કારણે ચાલક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા અનેક વાહનો અકસ્માતનો ભોગ બની રહયાં છે. હાલમાં જ ગુમાનદેવ પાસે કાવેરી નદી પર નવો પુલ બનાવવામાં આવ્યો છે તેના પર બનેલા રોડ પર મોટો ખાડો પડી ગયો છે. રાજપારડીથી અંકલેશ્વર વચ્ચેના સ્ટેટ હાઇવેની કામગીરી ચાર વર્ષ ઉપરાંતથી અટકી પડી હતી. હાલમાં નવા પુલ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. રાજપારડી નજીકથી પસાર થતી ભુંડવા ખાડી પર નવો પુલ બનાવી દેવામાં આવ્યો છે. ચોમાસામાં ઝઘડિયાથી રાજપારડીનું 10 કિમીનું અંતર કાપવા માટે એક કલાકનો સમય લાગી જાય એટલી હદે રસ્તો ખરાબ થઇ જાય છે.
ગુમાનદેવ પાસે નવા બનેલા બ્રિજ પર જ ખાડો પડતાં તંત્રની પોલ ખુલી
Views: 117
Read Time:2 Minute, 17 Second