અંકલેશ્વર GIDCની કાકડીયા કેમિકલ કંપનીના બ્લાસ્ટ સાથે આગનો લાગવાનો બનાવ બન્યો હતો. બ્લાસ્ટના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા અંકલેશ્વર ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવ્યા હતાં.અંકલેશ્વરના GIDC વિસ્તારમાં કાકડીયા કેમિકલ કંપની આવેલી છે. જેમાં આજરોજ સવારના સમયે કાકડીયા કેમીકલ કંપનીમાં પ્રોસેસીંગ વખતે બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઇ હતી. બલાસ્ટના કારણે આસપાસમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં સલ્ફયુરિક એસિડના ડ્રમ ફાટતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં દૂર દૂર સુધી નજરે પડ્યા હતાં. કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં સલ્ફયુરિક એસિડ હવામાં ઉડતા નજીક આવેલી વસાહતમાં વાહનો અને પશુઓને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી. બનાવની જાણ અંકલેશ્વરના ફાયર બ્રિગેડના બે ટેન્કર સાથે જવાનોને કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી કામગીરી હાથ ધરી હતી. બનાવની જાણ થતાં જ GPCB અને ફેકટરી ઇન્સ્પેક્ટર સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી. જોકે ઘટનામાં કોઈ જાનહાની નહિ થઈ હોવાનું જાણવા મળ્યું છે.
અંકલેશ્વર GIDCની કંપનીમાં બ્લાસ્ટ:કાકડીયા કેમીકલ કંપનીમાંથી પ્રોસેસીંગ દરમિયાન બ્લાસ્ટ થયો, સલ્ફયુરિક એસિડના ડ્રમ ફાટતા આસપાસના લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી
Views: 119
Read Time:1 Minute, 33 Second