
સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા રોહન આનંદ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓએ દારુ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અંકુશમાં લેવાના ઉદેશથી તેમજ આગામી તા.૩૧મી ડીસેમ્બર અનુસંધાને પ્રોહીની હેરાફેરી કરતા ઇસમોન ઝડપી પાડવા માટે વાહન ચેકીંગ તથા વોચ રાખી પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકીંગ કરવા તથા વધુ માં વધુ પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા માટે નાકાબંધી/વોચ રાખી કોઈ અસામાજીક પ્રવૃતી જણાઇ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા તમામ અધિકારીશ્રીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી….
કૃણાલ પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. વડોદરા ગ્રામ્ય નાઓ દવારા તાબાના અધિકારી તથા સ્ટાફને વધુ માં વધુ વિદેશી દારૂના પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા અર્થે તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અરસકારક કામગીરી કરી કેસો શોધી કાઢવા જરૂરી સુચના/ માર્ગદર્શન આપેલ જે આધારે ગઇકાલ તા.૧૯/૧૨/૨૦૨૪ ના રાત્રીના પી.કે.ભુત પો.સ.ઈ. એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમ કરજણ પો.સ્ટે.ની હદના ભરથાણા ગામની સીમમા આવેલ નેશનલ હાઇવે નંબર ૪૮ ના ભરૂચ તરફ થી વડોદરા તરફ આવતી ટ્રેક ઉપર પ્રોહીવોચ તથા શંકાસ્પદ વાહન ચેકીંગની કામગીરીમાં હતા દરમ્યાન એક શંકાસ્પદ ટેન્કર નંબર MH 04 EB 6326 ની આવતા તેને સાઇડમાં લેવડાવી ટેન્કરમાં ડ્રાઇવર એકલો જ હોય જેનું નામઠામ પુછતા શંકરલાલ ચુનીલાલ શાલવી રહે દંતેડી, પોસ્ટ-ધુવાલા, તા.કરેડા જી. ભીલવાડા રાજસ્થાનનો હોવાનું જણાવેલ જેને ટેન્કરમાં ભરેલ માલ બાબતે પુછતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી જેથી પકડાયેલ ડ્રાઇવરને સાથે રાખી ટેન્કર જોતા ચાર ખાના વાળુ હોય જેના ઉપરના ઢાંકણ ખોલી તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની પેટીઓ ભરેલ મળી આવેલ જે બહાર કાઢી ગણતરી કરતા જુદા જુદા માર્કાની ભારતીય બનાવટની વિદેશી વિદેશી દારૂની કુલ પેટી નંગ- ૮૧૨ જેમાં કુલ બોટલ નંગ ૧૬૬૫૬ કિ.રૂ. ૫૮,૪૬,૪૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૦૧ કિ.રૂા. ૫,૦૦૦/- તથા ટેન્કર કિ. રૂ. ૧૦,૦૦,૦૦૦/- તથા રજીસ્ટ્રેશન કાગળો, નંબર પ્લેટ વિગેરે મળી કુલ રૂ.૬૮,૫૧,૪૦૦/-નો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
ઉપરોકત પકડાયેલ ડ્રાઇવર ઇસમને ભારતીય બનાવટનો વિદેશીદારુનો જથ્થો કોની પાસેથી, ક્યાંથી ભરી લાવેલ છે અને કોને, કઈ જગ્યાએ આપવાનો હતો જે બાબતે પુછપરછ કરતા સતીષભાઈ બીશ્નોઇ રહે રાજસ્થાન વાળાનો સંપર્ક કુટુંબી ભાઈ પ્રભુલાલ ભવરલાલ શાલવી રહે. દંતેડી પોસ્ટ ધુવાલા તા કરેડા જી ભીલવાડા રાજસ્થાન નાએ કરાવેલ હતો અને આ સતીષભાઈ બીશ્નોઈ નાએ ગત તા.૧૮/૧૨/૨૦૨૪ ની શરૂ રાતના ગોવા પોન્ડા ખાતે હાઇવે ઉપર આવેલ રાજસ્થાન ઢાબા ઉપરથી આ વિદેશીદારૂ ભરેલ ટેન્કર મોકલેલ હતુ અને મોરબી રામદેવ હોટલ ઉપર જવા માટે જણાવેલ હતુ અને આ સતીષભાઇ બીશ્નોઇનો બનેવી તેને રસ્તા બાબતે ગાઈડ કરતો હોવાની હકિકત જણાવતા વિદેશી દારૂ સાથે પકડાયેલ ડ્રાઇવર ઇસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો સપ્લાય કરનાર /ગાઇડ કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરાવવામાં આવેલ છે….
તસ્લીમ પીરાંવાલા… કરજણ…