નારેશ્વર રોડ પર ઝનોરના3 લોકોના ભુમાફિયાઓના ડમ્પર અડફેટે મોત બાદ અધિકારીઓને સ્થળ ઉપર ખખડાવતા ભરૂચના સાંસદનો વિડીયો વાયરલ થયો હતો. બુધવારે સાંસદે ઝઘડિયામાં જાહેર કાર્યકમમાં મંચ પરથી કહ્યું હતું કે, રેતી માફિયા બેફામ બન્યા છે, એમનાથી મને પણ ભય લાગે છે.હવે ઝઘડિયામાં એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી સાંસદ મનસુખ વસાવા […]
Month: February 2022
અંક્લેશ્વરના વાલિયા ચોકડી ઓવર બ્રીજના એપ્રોચ રોડ પર બુધવારે મળસ્કે બે ટ્રેલર, બે કન્ટેઇનર અને બે કાર મળી 6 વાહનોમાં વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જોકે સદનસીબે અકસ્માતમાં કોઇને જાનહાની થઇ ન હતી. કન્ટેઇનરમાં ફસાયેલાં ડ્રાઇવરને 2 કલાકની જહેમત બાદ બહાર કઢાયો હતો.સુરતથી અંક્લેશ્વર તરફ આવતાં એક કન્ટેઇનર ચાલકે બ્રીજ ઉતરથી […]
અંકલેશ્વરના ત્રણ પોલીસ મથકના કમ્પાઉન્ડમાં વિવિધ ગુના હેઠળ જપ્ત કરાયેલા વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે. જેને પગલે ગંદકી સાથે મચ્છરોનો ઉપદ્ર્રવ વધ્યો છે. ત્યારે પોલીસ વિભાગ હરાજી કરી ભંગાર દુર કરે તે અત્યંત જરૂરી બન્યુ છે.અંકલેશ્વર ખાતે શહેર, જીઆઇડીસી અને રૂરલ પોલીસ મથક આવેલા છે. આ ત્રણેય પોલીસ મથકના […]
ભરૂચ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને ડીસ્ટ્રીકટ લેવલ ફેસિલિટેશન કમીટિની બેઠક મળી હતી. બેઠકમાં સીંગલ વિન્ડો ક્લીયરન્સ અંતર્ગત જિલ્લાની વિવિધ કચેરીઓની ઓનલાઇન IFP પર રોકાણકારો/ઉદ્યોગકારોના રોકાણ સબંધિત વિવિધ કચેરીઓમાં પડતર સમયમર્યાદા બહારની અરજીઓની સમીક્ષા કરાઇ હતી.બેઠકમાં કલેકટર ધ્વારા IFP પોર્ટલમાં સમયમર્યાદા બહારની અરજીઓનો સત્વરે નિકાલ કરવાની સાથે […]
આમોદ તાલુકાના સરભાણ ગામે ગામતળાવ, તલાવડી તથા ગૌચરની જમીનમાં ગેરકાયદેસર માટી ખનન કરવામાં આવ્યું હતું.જે બાબતે ગામના જાગૃત નાગરિક બિપિન પટેલે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી હતી.જેના અનુસંધાને આજ રોજ ભરૂચ જીલ્લા વિકાસ અધિકારીની સૂચનાથી તપાસ ટીમની રચના કરવામાં આવતા આજે સરભાણ ગામે સ્થળ તપાસ માટે આવી હતી.જેથી માટીચોરોમાં ફફડાટ ફેલાઈ […]
અંકલેશ્વર માં પુનઃ વાલિયા ચોકડી પર ટ્રાફિક જામ સર્જાયો હતો. આઇઆરબી ચોકડી કામગીરી શરુ કરતાં 30 મિનિટ એબ્યુલન્સ ફસાઈ જવા પામી હતી. અંકલેશ્વર ની વાલિયા ચોકડી પાસે રોજ પિક અવર્સ, સામાન્ય સમયમાં પણ ટ્રાફિકથી વાહન ચાલકો પરેશાન બની ઉઠ્યા છે.અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે ટ્રાફિક જામના દ્રશ્યો હવે આમ બની ગયા […]
નર્મદામાં આવેલા શુલપાણેશ્વરના અભ્યારણમાં વન્યજીવન પ્રાણી રીંછ હોવાના પુરાવા સામે આવ્યા છે. શુલપાણેશ્વર વન્યજીવન અભ્યારણમાં આવેલા ડેડીયાપાડાના પીપલોદ વનવિભાગની સીમા વિસ્તારમાં આવેલા ધામણમાલ જંગલના ભાગમાં આ રીંછ હોવાના પુરાવા વન વિભાગને મળ્યા છે. નાયબ વન સંરક્ષક નર્મદા તેમજ મદદનીશ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ પીપલોદ રેન્જમાં ધામણમાલ ના જંગલ વિસ્તારમાં વનવિભાગના […]
નેત્રંગના બિલાઠા-વરખડી- રૂપધાટની સસ્તા અનાજની દુકાનના સંચાલક વિરુદ્ધ બિલાઠાના નવા સરપંચ તેમજ બીજેપી અગ્રણીઓએ આપેલા આવેદનપત્રને લઇ રાજકીય અદાવત રાખી આક્ષેપો થયા હોવાની ભારતીય ટાયબલ પાર્ટીએ મામલતદારને આવેદનપત્ર આપ્યુ હતું.BTP નેત્રંગ તાલુકાના પ્રમુખ વનરાજ વસાવા તાલુકા પંચાયત શણકોઇ બેઠકના સભ્ય દિલીપ વસાવા સહિત અન્ય અગ્રણીઓએ બિલાઠા-વરખડી- રૂપધાટની સસ્તા અનાજની દુકાનના […]
ભરૂચમાં આવેલી પટેલ વેલ્ફેર હોસ્પીટલમાં ખાનગી કંપનીના સહયોગથી અંદાજીત 30 લાખના ખર્ચે કલાકના 10,000 લીટરની કેપેસિટીનો ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થશે. જેનું ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન દર્દીઓએ ઓક્સિજન માટે વલખાં મારવા પડ્યા હતા, તે સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે સરકાર તેમજ ખાનગી […]