
સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા રોહન આનંદ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય,વડોદરા નાઓએ દારુ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અંકુશમાં લેવાના ઉદેશથી પ્રોહીની હેરાફેરી/વેચાણની પ્રવુતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકીંગ કરવા તથા પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા માટે નાકાબંધી/વોચ રાખી કોઇ અસામાજીક પ્રવૃતી જણાઇ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા તમામ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી…
કૃણાલ પટેલ, પોલીસ ઇન્સ્પેકટર, એલ.સી.બી. વડોદરા ગ્રામ્ય નાઓ દવારા તાબાના અધિકારી તથા સ્ટાફને વધુ માં વધુ વિદેશી દારૂના પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા અર્થે તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અરસકારક કામગીરી કરી કેસો શોધી કાઢવા જરૂરી સુચના/માર્ગદર્શન આપેલ જે આધારે આજરોજ તા.૩૦/૦૧/૨૦૨૫ ની શરૂ રાત્રીથી શ્રી એસ.જે.રાઠવા પો.સ.ઇ. એલ.સી.બી. તથા એલ.સી.બી. ટીમ મંજુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન એલ.સી.બી. ટીમના અ.પો.કો. હરીચંન્દ્રસિંહ નટવરસિંહ બ.નં.-૧૦૯૧ નાઓને ચોકકસ બાતમી હકિકત મળેલ કે, એક અશોક લેલન કંન્ટેનર ગાડી નંબર RJ 11 GC 5395 માં ભારતીય બનાવટનો વિદેશીદારુનો જથ્થો ભરીને ગોધરા થી વડોદરા થઇ અમદાવાદ તરફ જનાર છે જે ચોકકસ બાતમી હકિકત આધારે એલ.સી.બી. ટીમ એકસપ્રેસ વે ટોલનાકા ઉપર વડોદરા થી અમદાવાદ તરફ જતી ટ્રેક ઉપર બાતમીવાળા કંન્ટેનરની વોચમાં રહેતા બાતમી હકિકતવાળી કંન્ટેનર આવતા તેને કોર્ડન કરી સાઇડમાં લેવડાવી કંન્ટેનર ગાડીમાં બે ઇસમો બેઠેલા હોય હોય જેઓને નીચે ઉતારી નામઠામ પુછતા (૧) ડ્રાઇવર સુનીલસીંગ કમલસીંગ ભકતરામ સીંગ રહે ઈમસોરા-૨, તા. ભવાર, જી.રીયાસી, થાણુ-અગનાસ, (જમ્મુ કાશમીર) (૨) બીજા ઇસમનું નામ કાદીરખાન રહીમબકસ ચૌહાણ રહે.મહમદપુ,ર તા.જી.-નુહુ રાજય-હરીયાણાનો હોવાનુ જણાવેલ જેઓને બંધબોડી અશોક લેલન્ડ કંન્ટેનર ગાડીમાં ભરેલ માલ બાબતે પુછતા ગલ્લાતલ્લા કરવા લાગેલ જેથી કંન્ટેનનો દરવાજો ખોલી તપાસ કરતા સફેદ પાવરડર ભરેલ પ્લાસ્ટીકની થેલીઓની આડમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂ બીયરની પેટીઓ ભરેલ મળી આવેલ જે બહાર કાઢી ગણતરી કરતા ભારતીય બનાવટની બિયરની પેટી નંગ- ૫૧૧ કુલ બીયર નંગ- ૧૨૨૬૪, કિ રૂ.૧૪,૯૧,૯૧૨/- તથા મોબાઇલ ફોન નંગ-૦૨, કિ.રૂ.૧૦,૦૦૦/- તથા કંન્ટેનર કિ. રૂ. ૧૫,૦૦,૦૦૦/- તથા કાગળોની ફાઇલ તથા સફેદ પાવરડર ભરેલ થેલી નંગ-૨૮૦ મળી કુલ રુપિયા- ૩૦,૦૧,૯૧૨/- નો કુલ મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે…
રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા… વડોદરા…