વડોદરાના કરજણ નજીકથી 1.920 કિલો ગાંજા સાથે એકની ધરપકડ, એક ફરાર…

જિલ્લાના કરજણ પોલીસ મથકની હદમાંથી જિલ્લા એસ ઓ જી‌ ટીમે મોપેડની ડિકીમા ગાંજો લઇ પસાર થઇ રહેલા એક શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી 1.920 કિલો ગાંજાનો જથ્થો, મોપેડ સહિત રૂપિયા 50 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આ જથ્થો આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.જિલ્લામાં નશાખોરો પર લગામ કસવા માટે ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવે છે. ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ ચાવડાની સુચના મુજબ પીએસઆઇ એચ એમ જાળીયા, પીએસઆઇ એ ઓ ભરવાડ તથા સ્ટાફના એએસઆઇ ફૂરકાન ઇબ્રાહિમ, પ્રદિપભાઇ, નરવતસિહ, મુકેશભાઇ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ લાલજીભાઈ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.

દરમિયાન એક શંકાસ્પદ મોપેડ ઉપર પસાર થઇ રહ્યો હતો. તેને ઉભો રાખી મોપેડની ડિકીમાં તપાસ કરતાં તેમાંથી 1.920 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે આરોપી શકીલ ઇકબાલભાઇ મલેક (રહે. બ્રાહ્મણ ફળિયું, કણભા, કરજણ, વડોદરા) ની ધરકપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા શકીલ પાસેથી પોલીસે ગાંજો, એક્ટીવા, મોબાઇલ, રોકડા, ઇલેક્ટ્રીક વજન કાંટો, અને બેગ મળી રૂપિયા 50,810 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે આરોપીની ગાંજાના જથ્થા અંગે પૂછપરછ કરતા તેણે આ જથ્થો વિનોદ નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેણે વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવ અંગે એસઓજી પોલીસે કરજણ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરાવ્યો હતો. આ મામલાની વધુ તપાસ શિનોર પોલીસ મથકના પીઆઇને સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ છે…

:- તસ્લીમ પીરાંવાલા, કરજણ…

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

મંદીરો તથા શાકભાજી માર્કેટ જેવી ભીડભાડવાળા વિસ્તારમાં ચેઈન/મંગળસુત્રની ચોરી કરતી મહીલા ટોળકીને મુદ્દામાલ સાથે અંકલેશ્વર ખાતેથી પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલતી રાંદેર પોલીસ સુરત શહેર.

Fri Jan 24 , 2025
મે. પોલિસ કમિશનર શ્રી અનુપમસીંહ ગેહલોત સાહેબ, સુરત શહેર તથા અધિક પોલીસ કમીશ્નર શ્રી કે. એન. ડામોર સાહેબ, સેકટર-૨, સુરત શહેર તથા અધિક પો.કમિ. શ્રી આર. પી. બારોટ સાહેબ, ઝોન-૦૫ સુરત શહેર તથા મદદનીશ પોલિસ કમિ. શ્રી બી. એમ. ચૌધરી સાહેબ, કે-ડીવીઝન સુરત શહેર નાઓએ રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેર […]

You May Like

Breaking News