ભરૂચ જિલ્લામાં બુલેટ ટ્રેનનો ટ્રેક નાખવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે ત્યારે આ પ્રોજેકટ ભરૂચ જિલ્લાના પરિએજ તથા આસપાસના ગામોના ખેડૂતો માટે સમસ્યાનું સર્જનહાર બન્યો છે. વરસાદી પાણીનો નિકાલ અટકી જતાં ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયાં છે.પરીએજ ગામના ખેડૂતોના જણાવ્યા અનુસાર પરીએજ ગામમાંથી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ટ્રેક નાખવામાં આવી રહયો છે. ચોમાસું શરૂ થઇ ચુકયું છે પણ વરસાદી પાણીનો નિકાલ અટકી જવાના કારણે ખેતરોમાં પાણીનો ભરાવો થઇ ગયો છે.એક વર્ષ અગાઉ ભરૂચ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી કામગીરી દરમિયાન ખેતરમાં ભરાતા પાણીનો યોગ્ય નિકાલ લાવવા માંગ કરવામાં આવી હતી અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ના અધિકારી ને પણ જાણ કરી પાણીનો યોગ્ય નિકાલ કરવા માટે રજૂઆત કરાઇ હતી પણ કોઇ કાર્યવાહી ન થતાં આજે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયાં છે. હાલ ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ના કામ ને લઈ ભારે આક્રોશ સાથે ખેતરમાં થતા નુકશાન નું વળતર કોણ આપશે એ ધરતીપુત્રો માટે ચિંતાનો વિષય બની ગયો છે.
બુલેટ ટ્રેન પ્રોજેકટથી વરસાદી પાણીનો નિકાલ અટકી જતાં ખેતરો તળાવો બન્યાં
Views: 167
Read Time:1 Minute, 38 Second