

ભારૂચ, 23 ફેબ્રુઆરી: ઓક્ટેન ફિટસિટી દ્વારા 22મી ફેબ્રુઆરીના રોજ ઉમરાજ રોડ બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ક્રિકેટ ટૂર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં 12 પુરૂષ ટીમો અને 2 મહિલા ટીમોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં 120 થી વધુ ઓક્ટેન ફિટસિટીના સભ્યો જોડાયા હતા. ખાસ કરીને ભારૂચના જાણીતા વ્યક્તિઓ અને સિનિયર ખેલાડીઓ પણ ટૂર્નામેન્ટમાં ઉત્સાહપૂર્વક સામેલ થયા, જે દર્શાવે છે કે ક્રિકેટ માટે કોઈ વયસીમા નથી.
વિજેતા અને રનર-અપ ટીમો:
• પુરૂષ વિભાગ:
• વિજેતા: LP 11
• રનર-અપ: Lagan 11
• મહિલા વિભાગ:
• વિજેતા: Elite Eagles
ટૂર્નામેન્ટમાં 2 સિનિયર ટીમોએ પણ ભાગ લીધો, જે એ સિદ્ધ કરે છે કે ક્રિકેટ માત્ર યુવાન ખેલાડીઓ માટે જ નહીં, પરંતુ દરેક ઉંમરના ખેલાડીઓ માટે છે.
આ ઈવેન્ટ દરમિયાન ઓક્ટેન ફિટસિટીના ડિરેક્ટરો – ડૉ. ઈરફાન પટેલ, ડૉ. વસીમ રાજ, ડૉ. સુહેલ વાજા અને ડૉ. મિનહાઝ પટેલ –ની ખાસ ઉપસ્થિતિ રહ્યા. આ ટૂર્નામેન્ટનું સાંજે 5:00 થી મધરાત 12:00 સુધી આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ઈવેન્ટનું આયોજન ઓક્ટેન ફિટસિટીના મેનેજિંગ ડિરેક્ટર સમીર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ રોમાંચક સ્પર્ધા દ્વારા ઓક્ટેન ફિટસિટીએ એક મજબૂત સંદેશો આપ્યો કે આરોગ્ય અને રમત-ગમત માટે કોઈ વય મર્યાદા નથી ભવિષ્યમાં આવા વધુ ખેલમય કાર્યક્રમો યોજવા માટે સમગ્ર ટીમ કટિબદ્ધ છે.