ભરૂચ એલસીબીએ નેત્રંગના થવા ચેક પોસ્ટ પાસેથી બાતમીના આધારે બોલેરો ગાડીમાં બનાવેલ ચોરખાનામાંથી 65 હજારથી વધુનr કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા હતા.ભરૂચ જિલ્લામાં ચાલતી દારૂ જુગારની પ્રવૃત્તિ અટકાવવા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની સૂચનાને પગલે ભરૂચ એલસીબીનો સ્ટાફ નેત્રંગ તાલુકામાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન એલસીબીના પી.આઈ. ઇન્સપેક્ટર ઉત્સવ બારોટને બાતમી મળી હતી કે, મહીન્દ્રા બોલેરો ગાડી નંબર-જી.જે.05.આર.ટી.5287માં બે ઇસમો ગાડીની અંદર ચોરખાનું બનાવી વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી ભરી નેત્રંગ તરફ આવે છે જેવી બાતમીના આધારે પોલીસે થવા ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી ગાડી આવતા પોલીસે તેને અટકાવી ચોરખાનામાંથી વિદેશી દારૂની 494 નંગ બોટલ કબજે કરી હતી પોલીસે 65 હજારનો દારૂ અને ૯ લાખની ગાડી મળી કુલ 9.70 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને વલસાડના કોટલાવ ગામ કોળીવાડ ફળિયામાં રહેતો યક્ષય રણજીત પટેલ અને ચેતનકુમાર પ્રવિણભાઇ પટેલને ઝડપી પાડ્યો હતો, જયારે અન્ય એક ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
નેત્રંગના થવા ચેક પોસ્ટ પાસેથી બોલેરો ગાડીના ચોરખાનામાંથી 494 નંગ દારૂની બોટલ નીકળી, બે ઝડપાયા એક ફરાર
Views: 48
Read Time:1 Minute, 45 Second