

બુલેટોના મોડીફાઇડ સાયલન્સર કઢાવી, સાયલન્સને એફ.એસ.એલ. માં તપાસણી અર્થે મોકલવાની તજવીજ કરતી ટ્રાફિક શાખા-પશ્વિમ પોલીસ વડોદરા શહેર વિસ્તારમાં અમુક બુલેટ/બાઇક ચાલકો દ્વારા તેઓના બુલેટ/બાઇકમાં નિયમ વિરુધ્ધ મોડીફાઇડ સાયલન્સર ફીટ કરાવી, જાહેર રોડ રસ્તા પર આવા બુલેટો દ્વારા ફટાકડા ફોડી, તિવ્ર ઘોંઘાટ કરી, ધ્વનિ પ્રદુષણ ફેલાવતા હોય છે, જે તિવ્ર ઘોંઘાટથી શાળાના બાળકો, સીનીયર સીટીજન તેમજ હોસ્પિટલના દર્દીઓ પર માઠી અસર થાય છે. આ પ્રકારના મોડીફાઇડ બુલેટ ચાલકોને પકડી પાડી, અસરકારક કાર્યવાહી કરવા વડોદરા શહેર પોલીસ કમિશ્નરશ્રી નરસિમ્હા કોમાર સા.તથા અધિક પોલીસ કમિશ્નર ડૉ.લીના પાટીલ સા. તથા નાયબ પોલીસ કમિશ્નર (ટ્રાફિક શાખા) પટેલ જ્યોતિ પંકજ સા.નાઓએ સુચના કરેલ.જે અનુસંધાને મદદનીશ પોલીસ કમિશ્નર, ટ્રાફિક શાખા પશ્વિમ,ડી.એમ.વ્યાસ સાહેબના માર્ગદર્શન હેઠળ સેક્ટર પો.ઈન્સ., રોયલ પો.સ.ઈ તથા સ્ટાફના માણસો ટ્રાફિક-પશ્વિમ વિસ્તારમાં પેટ્રોલિંગ/વાહન ચેકિંગમાં હતા, તે દરમ્યાન મોડીફાઇડ સાયલન્સર વાળા બુલેટ ચાલકો જાહેર રોડ પર તિવ્ર ઘોંઘાટ ફેલાવતા મળી આવતા, કુલ-૦૪ બુલેટ ચાલકોને પકડી, તેમના બુલેટો એમ.વી. એક્ટ હેઠળ ડીટેઈન કરવામાં આવેલ છે. તેમજ આ બુલેટોમાં ફીટ કરેલ મોડીફાઇડ સાયલન્સરો કઢાવી, તેને એફ.એસ.એલ. માં તપાસણી અર્થે મોકલવા તજવીજ હાથ ધરેલ છે. આગામી સમયમાં પણ આ પ્રકારના મોડીફાઈડ સાયલન્સરવાળા બુલેટ/બાઇક મળી આવે થી શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટ :- તસ્લીમ પીરાંવાલા… વડોદરા…