એક તરફ હાલમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. માત્ર બે જ પેપર પૂર્ણ થયા છે ત્યાં નેત્રંગમાં રેલવે વિભાગ દ્વારા છેલ્લા 30 વર્ષથી કોઈ કાર્યવાહી ન કરતાં પરીક્ષાના માહોલ વચ્ચે જ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં 131 ઘરોના દબાણો દૂર કરાતા આ ઘરો […]

કોસંબા રહેતા પિતા પોતાના મિત્ર સાથે ડહેલી ગામે પુત્રને લઈ સીએનજી ઇકોમાં પરત ફરી રહ્યા હતા ત્યારે તૃણા ગામે ટ્રકે અકસ્માત સર્જ્યો હતો. ઇકો પલટી મારી સળગી જતા પિતા-પુત્રનું મોત નીપજ્યું હતું. કોસંબાની કે.બી. પાર્ક 2 માં રાજદીપ મહેશ ટેલર રહે છે. જેઓ મંગળવારે રાતે સોસાયટીના ગેટ પાસે બેઠા હતા. […]

અંકલેશ્વરના નવનિર્મિત ફ્લાયઓવર પર લાઈટ અને ટ્રાફિક સિગ્નલના અભાવે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. જેને લઈ યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.અંકલેશ્વરના ગડખોલ બ્રિજ ખાતે લાઈટ તેમજ ટ્રાફિકના ચિન્હોના અભાવે અનેક વખત અકસ્માત સર્જાતા લોકોને હાલાકી પડી રહી છે. અકસ્માતને કારણે લોકોને જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. ત્યારે […]

ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા બાઈક ચોરને એલસીબી પોલીસે આમોદના કુરચન ગામેથી દબોચી લીધો હતો. એ ડીવીઝન પોલીસ મથકના સાત ગુનામાં સંડોવાયેલો હોવાનું આરોપીએ કબુલ કર્યું હતું. તેમજ પોલીસે બાઈક તેમજ મોબાઈલ મળી કુલ 22 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.ભરૂચ […]

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં 30 મી એપ્રિલે અકસ્માતના બે બનાવો બન્યા હતા. જેમાં 2 વ્યક્તિઓનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય 2 વ્યક્તિઓને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડાયા હતા. રાજપીપળા પોલીસે આ અકસ્માત મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ડેડિયાપાડા કે.જી.બી.વી શાળાના મુખ્ય શિક્ષિકા કમળાબેન કાશીરામ વસાવા […]

નેત્રંગ ગામમાં 30 વર્ષથી રેલવેની જગ્યામાં લોકો ઘર અને દુકાનો બનાવી રહેતા હતા. ઘણાખરા લોકોએ તો લાખો રૂપિયા ખર્ચી પાકા મકાનો પણ બનાવી દીધા હતા. આ બાબતે વર્ષોથી દબાણકર્તાઓને નોટિસ અને કોર્ટ કાર્યવાહી ચાલતી હતી. જેતે સમયે અગ્રણીઓએ વચ્ચે પડી સમાધાન કરી દબાણો તૂટતા બચાવ્યા હતા. પરંતુ હાલમાં સુપ્રીમ કોર્ટના […]

સતત બીજા દિવસે ગેસ રિફિલિંગ કરતા ઈસમ ઝડપી પાડ્યો હતો. મીરાનગર પાકીઝા હોટલ પાછળ દુકાન ગેસ રિફિલિંગ કાંડ ચાલતું હતું. ગત રોજ મીરા નગર નગર માંથી જ અન્ય એક ઈસમ ને ગેસ રિફિલિંગ કરતા 1 ઈસમ ને ઝડપી પાડ્યો હતો જયારે એક ફરાર થયો હતો. પોલીસે બિન અધિકૃત રીતે નાની […]

ફેબ્રુઆરીમાં લલિતકલા કેન્દ્ર આસામ દ્વારા આયોજિત રાજા રવિ વર્મા આંતર રાષ્ટ્રીય કક્ષાનું ઓનલાઈન પ્રદર્શન યૌજાયું હતું. જેમાં સમગ્ર ભારત અને વિશ્વમાથી ચિત્રકલા અને કેલિગ્રાફી કલા સાથે સંકળાયેલ કલાકારોએ ભાગ લીધો હતો જેમાં આપણા ભરુચનું ગૌરવ એવા કેલિગ્રાફી કલામાં માહિર કલાકાર શ્રી ગોરી યુસુફ હુશેનજીની કૃતિને આસામ લલિતકલા કેન્દ્રની પસંદગી સમિતિએ […]

ભરૂચ જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં મળી હતી. બેઠકમાં કલેક્ટરશ્રીએ નર્મદા બ્રીજ ઉપર ટ્રાફિકને કંટ્રોલ કરવા બાબતે સબંધિત વિભાગના અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી. તેમણે માર્ગ-મકાન, આર.ટી.ઓ સહિત સબંધિત લાઈન ડીપાર્ટમેન્ટના અધિકારી ધ્વારા ટ્રાફિક થતાં વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવા જણાવાયું હતું. […]

નેત્રંગ તાલુકામાં પણ હવે ઘરમાં આગ લાગવાના બનાવો ઉનાળો આવતા છાસવારે બની રહ્યા છે. ત્યારે વાંદરવેલી ગામના મહિલાના કાચા ઘરમાં વીજ જોડાણના મીટરમાં ફોલ્ટ થતા તેના તણખા નીચે પડતા ઘર સળગવા લાગ્યું હતું. ઘર સળગવાની જાણ થતા આજુબાજુના લોકો અને નેત્રંગ તાલુકા પંચાયતના ઉપ-પ્રમુખ વંદન વસાવાએ દોડી આવી સળગતા ઘર […]

Breaking News

error: Content is protected !!