અંકલેશ્વર સારંગપુર ના ગાંધી માર્કેટ થી ગુમ 7 વર્ષીય બાળક ને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યો હતો ફરિયાદ નોંધાય ને તેના બીજા દિવસે બાળક ની ભાળ મળી ગઈ હતી. પિતા દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. માહિતી મોકલી કે થોડી વાર મા જ ભરૂચ રેલ્વે સ્ટેશન […]

ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતો નેશનલ હાઇવે પર ખરોડ બ્રિજના કામ માટે અપાયેલાં ડાયવર્ઝન તથા વરસાદના કારણે માર્ગ પર ખાડાઓ પડી જતાં છેલ્લા 3 દિવસથી નેશનલ હાઇવે પર ટ્રાફિકજામ થઇ રહયો છે. ડાયવર્ઝનના રોડ પર કપચીની ટ્રકોની ટ્રકો નાખવા છતાં વાહનની સતત અવરજવરથી રસ્તો બેસી જતો હોવાની વિગતો સામે આવી […]

અંકલેશ્વરના બાકરોલ બ્રિજથી ખરોડ ગામ તરફ ૩ હજાર કિલો કેમિકલ વેસ્ટ સ્ક્રેપ બેગ ગેરકાયદેસર ખાલી કરવા જતા ટેમ્પો ચાલક સહિત ત્રણ શખ્સોને તાલુકા પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે પાનોલી જી.આઈ.ડી.સીમાં આવેલ […]

ભરૂચ શહેરમાં સામાન્ય વરસાદ વરસતા જ માર્ગોની સ્થિતિ બિસ્માર જોવા મળી રહી છે. લોકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ જોવા મળી રહ્યો છે. તેવામાં મા સેવાશ્રમ રોડથી સીટી સર્વે કચેરીને જોડાતા માર્ગનું પ્લાનિંગ વિના ખોદકામ કરાતા પાલિકા વેપારીઓને હેરાન પરેશાન કરતી હોવાની બૂમો ઉઠી છે.ભરૂચ નગર પાલિકા તંત્ર દ્વારા લોકોની સુખાકારી માટે […]

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સમૃદ્ધિ પાર્ક સોસાયટીમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની મોટી લાપરવાહી સામે આવી છે. જેમાં વીજ કંપની દ્વારા ગ્રાહકને રૂપિયા 25.94 લાખનું બિલ ફટકારવામાં આવતાં ગ્રાહક તેને જોતા જ ચોંકી ઉઠ્યો હતો.અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સમૃદ્ધિ પાર્ક સોસાયટીમાં રહેતા દિનેશ હીરાલાલ ખુનડે તારીખ-22મી જૂનના રોજ પોતાના ઘરે હતા. તે દરમિયાન […]

બે વર્ષ બાદ આજે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ભક્તોને મળવા નગરચર્યાએ નીકળ્યા હતા. ભરૂચ જિલ્લામાં 4 સ્થળોએથી રથયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું.કોરોનાકાળ દરમિયાન ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી નહોતી. ગત વર્ષે સીમિત ભક્તો સાથે મંદિર પરિસરમાં જ રથયાત્રા નીકળી હતી, ત્યારે આ વર્ષે […]

નેત્રંગ નજીક આવેલી આટખોલ ચોકડી પાસેથી પોલીસે 12.45 લાખ રૂપિયાના દારૂ સાથે બે આરોપીઓને ઝડપી પાડયાં છે. ખેતરમાં આરોપીઓ દારુનું કટિંગ કરી રહયાં હતાં તે સમયે પોલીસે દરોડો પાડયો હતો. નેત્રંગ પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી. કે આટખોલ ચોકડીથી પંજાબ નગરી તરફ જવાના રસ્તા […]

ભરૂચ શહેરમાં દિનપ્રતિદિન તસ્કરો બેફામ બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રથયાત્રાના આગલા દિવસે તસ્કરો પોલીસ પેટ્રોલિંગને પડકારી આશ્રય સોસાયટીમાં આવેલા ભગવાન જગન્નાથ મદિરમાં મૂકેલી દાન પેટીમાં હાથફેરો કરી તેમાં રહેલી રકમની ચોરી કરી હતી. જેની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળ પર દોડી […]

ચોમાસાની સીઝન શરુ થતા અંકલેશ્વર-ભરૂચ નેશનલ હાઇવે ફરી બિસ્માર બનતાની સાથે જ વાહનોની 15 કીમીથી વધુ વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. લોકો કલાકો સુધી પોતાના વાહનો લઈને ચક્કાજામમાં ફસાયા છે. દરેક ચોમાસામાં આ પ્રમાણેની સ્થિતિ ઉદ્ભવતી હોય છે. તેવામાં લોકો માંગણી કરી રહ્યા છે કે હાઈવે ઓથોરિટી ટ્રાફિક […]

Breaking News

error: Content is protected !!