Read Time:1 Minute, 9 Second
વાગરાના કચ્છીપુરા ગામ પાસે ઓએનજીસીના વેલમાંથી લિકેજ થયેલાં ઓઇલના ખાબોચિયામાં ફસાવાથી 25 જેટલાં ઊંટના મોત થયાં હતાં. જેમાં જીપીસીબીએ કંપનીને 50 લાખનો દંડ પણ કર્યો હતો. દરમિયાનમાં વાગરાના જ કદોડરા ગામ પાસે આવેલી ઓએનજીસીની વેલની કુંડીમાં એક ગાય પડી જતાં ફસાઇ ગઇ હતી.ચારથી પાંચ ફૂટ ઉંડી કુંડીમાં ફસાયેલી ગાયનું માત્ર મોઢું બહાર રહે તેવી સ્થિતી વચ્ચે જીવનમરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલી ગાય અંગે કડોદરા ગામના સરપંચ યોગેશ ગોહિલે ઓએનજીસીના જીજીએસ 4ના ઇન્સ્ટોલેશન મેનેજર સતિષ ગડલીંગને ઘટનાથી વાકેફ કરતાં તેમણે ટીમ સાથે દોડી આવી જેસીબીની મદદથી ગાયને બહાર કાઢી હતી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે, વેલમાંથી કેમિકલ લિક થતાં આસપાસમાં કેમિકલ યુક્ત પાણી ફરી વળ્યું હતું.