ભરૂચ જીલ્લામાં ૭ મંડળોમાં રક્તદાન કેમ્પ યોજાયા બાદ ૮ મો રક્તદાન કેમ્પ ભરૂચ તાલુકા દ્વારા યોજાયો. ભરૂચની એન્જીનીયરીંગ કોલેજ ખાતે ભરૂચ તાલુકા યુવા મોરચા દ્વારા ડો.શ્યામા પ્રસાદ મુખર્જી બલિદાન દિવસ અંતર્ગત રક્તદાન કેમ્પ યોજાયો હતો.પ્રખર રાષ્ટ્રવાદી અને ભારતીય જનસંઘના સ્થાપક એવા ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા […]

દેશની સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારે અમલમાં મુકેલી અગ્નિપથ યોજનાનો કોંગ્રેસ દેશભરમાં વિરોધ કરી રહી છે. મંગળવારે ભરૂચમાં રેલ્વે સ્ટેશન પાસે યુવા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ દેખાવો કર્યા હતાં. દેખાવો દરમિયાન કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. દેખાવો કરી રહેલાં કાર્યકરોને પોલીસે ટીંગાટોળી કરી ગાડીમાં બેસાડી દીધાં હતાં.દેશમાં […]

ભરૂચ શહેરમાં તસ્કર ટોળકી સક્રીય બની છે. છેલ્લાં ચાર દિવસમાં જ ચોરીની ત્રણ ઘટનાઓ બનતાં લોકોમાં ફફડાંટ ફેલાયો છે. ભરૂચ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી મહાવીર ઇન્ડસ્ટ્રીઝ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી. દુકાનનું એક શટર વચ્ચેથી ઉંચુ કરી તસ્કરો ગલ્લામાંથી 8થી 10 હજારની રોકડ ચોરી ગયાં હતાં.અંક્લેશ્વર પંથકમાં છેલ્લાં કેટલાંક તસ્કરો […]

અંકલેશ્વર શહેર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ત્રણ રસ્તા સર્કલ પાસેથી રિક્ષામાં હથિયારો લઇ ફરતા ભરૂચના પાંચ ઈસમોને ઝડપી પાડ્યા હતા. જેમાં ચેકિંગ દરમિયાન શહેર પોલીસને શખ્સો પાસેથી છરો અને સિગારેટ લાઇટર ગન મળી આવી હતી.અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ પાસે તહેવારોને લઇ અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ વાહન ચેકિંગમાં હતો. તે […]

પત્રકાર એકતા પરિષદ ગુજરાતભર નાં 32 જિલ્લાઓ માં તાલુકા સાથે પોતાની કારોબારી ધરાવતા ભારતભર નાં એક માત્ર પત્રકાર એકતા પરિષદ ની ગુજરાત રાજ્ય ની પ્રદેશ કારોબારી ની બેઠક યોજાઇ ગઇ. આજની બેઠક માં મુખ્ય અતિથિ તરીકે માન.સાંસદ શ્રી પરબતભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ અતિથિ તરીકે થરાદ ન.પા. નાં […]

પાલેજ જિલ્લા પંચાયતની બેઠક પર સતત ત્રણ વાર ચૂંટણી જીતનાર દંપતી એ રાજીનામું ધરી દીધું, મકબૂલભાઈ અભલી 2 વાર પાલેજ જિલ્લા પંચાયત જીત્યા હતા તેમજ તેમના પત્ની મરિયમ બેન અભલી એક વાર જિલ્લા પંચાયત જીત્યા હતા ચાલુ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે, જેને લઇ વિવિધ રાજકીય પક્ષો […]

અંકલેશ્વર માં પુનઃ એકવાર ધોળા દિવસે ચોરી ઘટના બની છે. પત્ની લેવા સવારે પતિ વ્યારા ગયો અને તસ્કરો ઘર માં હાથ ફેરો કરી ફરાર થઇ ગયા હતા.અંકલેશ્વર ના નવા બોરભાઠા ગામ ખાતે ભાડાના મકાન માં રહેતા ગામીત પરિવાર સાથે બનાવ બન્યો હતો.અંકલેશ્વર તાલુકાનાં નવા બોરભાઠા ગામ ખાતે પટેલ ફળીયા માં […]

જંબુસર તાલુકાના ટૂંડજ ગામે ગ્રામ પંચાયતમાં અરજી કરનાર યુવાનને મરણતોલ માર ખાઈને કિંમત ચુકાવી પડી હોવાની ઘટના સામે આવી છે. ડેપ્યુટી સરપંચનાં પરિવારનાં 6 સભ્યોએ યુવાનને ઢોર માર મારતા સારવાર માટે વડોદરા ખસેડવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.ટૂંડજ ગામનાં સુરેશ ડાહ્યાભાઈ વાઘેલાએ ગ્રામ પંચાયતમાં કોઈ બાબતે અરજી કરી હતી. જેની […]

લાલપુર. તા ૨૪ જામનગર પત્રકાર એકતા પરિષદ ના પ્રમુખ દ્વારામીટીંગ યોજી લાલપુર તાલુકા પ્રમુખ ઉપ પ્રમુખ ની વરણી કરવામાં આવી છે જામનગર જિલ્લા ઉપ પ્રમુખ જુણેજા ઈલાયતજેમાં તાલુકા પ્રમુખ તરીકે હસન દરવેશ , ઉપ પ્રમુખ નવીન ભાઈ માખેચા.પ્રવીણભાઈ ચાવડામંત્રી અબદુલભાઇ હાલેપોત્રા, ધર્મેન્દ્ર દયાગર. મહામંત્રી સાગરભાઇ ટંકારીયા, દીપકભાઈ ટંકારીયા. આઈ ટી […]

ભરૂચ શહેરના ભથીયારવાડ, કસાઇવાડ વિસ્તારમાં શહેર બી ડીવીઝન પોલીસે દરોડા પાડયા હતા, પોલીસના દરોડામાં ગૌ માસનું કતલ કરી વેચાણ કરતા તત્વોને પોલીસે ઝડપી પાડી જેલના સળિયા ગણતા કરતા ભારે ખળભળાટ મચ્યો છે, બી ડીવીઝન પોલીસને મળેલ ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા ગૌ માસ વેચાણ કરતા હોવાની માહિતી સામે આવી […]

Breaking News

error: Content is protected !!