ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ વાળાઓ સાથે દારૂના નશામાં હંગામો કરતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. ભરૂચ માર્ગ અને મકાન વિભાગમાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં અને ઝાડેશ્વરની નિલકંઠ મહાદેવ મંદિરની પાછળ આવેલી રેવા દર્શન સોસાયટીમાં રહેતાં જયેન્દ્ર વસાવા શક્તિનાથ વિસ્તારમાં આવેલી ખાણીપીણીની લારીઓ પર આવ્યાં હતાં. દરમિયાનમાં તેમની લારી […]
લોકસભા ચૂંટણી પહેલા આદિવાસી મસીહા તરીકે ઓળખાતા છોટુ વસાવાના પરિવારમાં આંતરિક મતભેદ નજરે પડી રહ્યો છે. મહેશ વસાવા પિતાની વિચારધારા છોડી ભાજપમાં જોડાઈ જતા પરિવારનો મતભેદ ચરમસીમાએ પહોચ્યો છે. ત્યારે આજે મહેશ વસાવા સી.આર.પાટીલના હસ્તે કેસરીયો ધારણ કરતા પિતા છોટુ વસાવાએ પુત્રના નિર્ણય સામે એક વીડિયો જાહેર કરી પોતાની નારાજગી […]
ભરૂચમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત બેઠક યોજાઈ હતી.જેમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના જીતાડવા કોંગ્રેસના આગેવાનોએ આહવાન કર્યું હતું. જ્યારે આ બેઠકમાં કોંગ્રેસના કેટલાક નારાજ આગેવાનો બેઠકથી અળગા રહ્યા હતા.ચૈતર વસાવા ઘમંડી છે એવા મનસુખ વસાવાના આક્ષેપ અંગે આપી પ્રતિક્રિયા આપતા મનસુખભાઇ અમારા વડીલ છે, લોકોના કામો કર્યા […]
ભરૂચ એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં સીકલીગર ગેંગના ત્રણ સગા ભાઈએ બે મકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો.આ ઘટના પહેલા પોલીસના હાથે બે ભાઈઓ પકડાઈ ગયા હતા.જ્યારે ત્રીજો ભાઈ બે વર્ષથી નાસતો-ફરતો હોય ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.જ્યારે અન્ય એક મોબાઈલ ચોરને […]
ભરૂચ પોલીસને મળી મોટી સફળતા, એ.ટી.એમ. તોડી લૂંટ કરતી ટોળકીના 5 સાગરીતોની કરી ધરપકડ, વાગરા અને દહેજમાં એ.ટી.એમ.ચોરીના ગુનાને આપવામાં આવ્યો હતો અંજામ, ગુનામાં હરિયાણાની મેવાતી ગેંગ સામેલ હોવાનું બહાર આવ્યું, 7 ફરાર આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી. ભરૂચ જિલ્લા માં તાજેતર માં જ વાગરા ખાતે જે, બી કોમ્પ્લેક્ષ માં […]
જીવન ઉપયોગી સાથે લોકોને આત્મનિભરનો સંદેશો સાથે આત્મા નિર્ભર કરતી વુમન્સનું વિશેષ સન્માન કરાયું.. ભરૂચના બીડીએમએ હોલ ખાતે વુમન્સ ડે ઉજવાયો.. ભરૂચ ભરૂચ જિલ્લામાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે ત્યારે એક માનવજ બીજા માનવને મદદરૂપ થાય તેવા અનેક કાર્યો વચ્ચે વુમન્સ ડે […]
બાળકને રિક્ષામાં સ્કૂલ મોકલતા વાલીઓએ ચેતવા જેવો કિસ્સો બન્યો છે. એક રિક્ષાચાલકે બાળકી સાથે ગંદી હરકતો કરી હતી. જો કે, એક મહિલાએ તેનો વીડિયો ઉતારી લઈની જાગૃતાને કારણે રિક્ષાચાલકની પોલ ખુલ્લી પડી હતી. જેમાં વાત એવી છે કે સગરામપુરા રહેતો રિક્ષાચાલક 11 વર્ષની છાત્રાની છેડતી કરતો હોવાની વાત એક મહિલાને […]
રાજ્યમાં વાહન વ્યવહાર નિગમ ધ્વારા મુસાફરને અસરકારક જાહેર પરિવહનની સેવા પુરી પડે તે માટે મંજૂર કરાયેલ બજેટ થકી વાહનવ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા નવીન 100 બસોનુ લોકાર્પણ કરાયેલ , જે પૈકી આજે વડોદરા ડેપો ખાતે થી સુચારુ અને કાર્યદક્ષ લોકાભિમુખ વહીવટ માટે જાણીતા વડોદરા ડેપો ના મેનેજર શ્રીમતિ […]
ગુજરાતએસ ટી નિગમ ના વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે શુભયાત્રા સ્વચ્છયાત્રા કમ્પેઈન હેઠળ એસટી નિગમના રાજ્ય વ્યાપી સફાઈ ઝુંબેશ અભિયાન અંતર્ગત નિગમની બસો અને બસ સ્ટેશનો ના સ્વચ્છતા માટે ની વિવિધ પ્રવૃત્તિઓના આયોજન ના ભાગરૂપે આજરોજ તારીખ 09/03/2024 ના શનિવારના રોજ વડોદરા એસ.ટી. ડેપોના કર્મચારીઓ તથા સફાઈ કરતાં કર્મચારીઓ દ્વારા […]
ભરૂચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ એ. એ. ચૌધરી તેમજ કોન્સ્ટેબલ મો.ગુફરાનને વર્ષ 2022માં પોલીસ વિભાગની ફરજ દરમ્યાન બજાવેલ ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ ડીજીપી કમેન્ડેશન ડિસ્ક-2022 થી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે સંમાનિત કરવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે ગુરૂવારે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે રાજ્યભરમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા […]