લોકસભા ચૂંટણી પહેલા આદિવાસી મસીહા તરીકે ઓળખાતા છોટુ વસાવાના પરિવારમાં આંતરિક મતભેદ નજરે પડી રહ્યો છે. મહેશ વસાવા પિતાની વિચારધારા છોડી ભાજપમાં જોડાઈ જતા પરિવારનો મતભેદ ચરમસીમાએ પહોચ્યો છે. ત્યારે આજે મહેશ વસાવા સી.આર.પાટીલના હસ્તે કેસરીયો ધારણ કરતા પિતા છોટુ વસાવાએ પુત્રના નિર્ણય સામે એક વીડિયો જાહેર કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.લોકસભાની ચૂંટણીઓ આવતાની સાથે જ પક્ષમાં પલટા-પલ્ટી શરૂ થઈ જતી છે. ત્યારે આ વખતે ઇન્ડિયા ગઠબંધનના કારણે ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસે આમ આદમીના અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને સમર્થન આપતા રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે.જ્યાંથી ભરૂચ બેઠક પર ચૈતર વસાવાના નામની જાહેરાત થતા જ આ બેઠક હોટ સીટ બની ગઈ હતી.એક બાજુ આ બેઠક જીતવા માટે ચૈતર વસાવા સામે બીજો કોઈ સક્ષમ ઉમેદવાર ન હોય ભાજપે સતત સાતમી વખતે મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.ત્યારે બંને આદિવાસી નેતાઓ એક બીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે. જયારે બીજી તરફ જોવા જઈ તો લોકસભા ચૂંટણી પહેલા આદિવાસી મસીહા તરીકે ઓળખાતા છોટુ વસાવાના પરિવારમાં આંતરિક મતભેદ નજરે પડી રહ્યો છે. મહેશ વસાવા પિતાની વિચારધારા છોડી ભાજપમાં જોડાઈ જતા પરિવારનો મતભેદ સપાટી પાર આવ્યો છે.ત્યારે આજ રોજ પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાતા પિતા છોટુ વસાવાએ પુત્રના આ નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી છે. તેમનો પુત્ર નાદાન છે અને ભાજપે તેને ગેરમાર્ગે દોરીને પોતાની પાર્ટીમાં લઈ જવાનો નિર્ણય કર્યો છે.આ લોકો આપણું ખનીજ અને કોલસો લૂંટવા આવ્યા છે આ અંગે તેમણે એક વીડિયોમાં ભાજપ પર પ્રહારો કરીને જણાવ્યું હતું કે,ભાજપમાં હાલમાં ઠેર ઠેર ભરતી મેળાઓ ચાલી રહ્યા છે પરંતુ મારી દ્રષ્ટિએ ભાજપ મોટા કોઢ ઉંદરોની પાર્ટી બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. કેમ કે તે પહેલાં કોંગ્રેસ વાળા ચોર છે બીજી પાર્ટીવાળા ચોર છે.હવે ભાજપ આ બધાને લોકોને ભેગા કરીને દેશ અને સંવિધાનને કોતરી ખાવાનું મોટું ષડયંત્ર છે.દેશના જે અધિકારો છે તેને ખાઈ જવાનું એક ષડયંત્ર છે જેના ભાગરૂપે ભરતી મેળા કરે છે તે લોકોને ડર છે કે લોકો એમની સાથે નથી એટલે બધાને ભેગા કરીને એક તરફી ચૂંટણી કરવા માગે છે.આજે ગાંધીનગરમાં જે ભરતી મેળો ચાલી રહ્યો છે જેમાં મારો પુત્ર અને બીજા લોકો પણ અહિયાથી ગયા છે તે એટલા માટે કે અહીંયા જે ખનીજ કોલસો નિકળવાનો છે તેની ચોરી કરવા માટે આ બધા કોઢ ઉંદર સ્વરૂપે આ લોકો આજે પાર્ટીમાં જોઇન્ટ થયા છે.
આ લોકોને મારો સંદેશ છે કે,આ લોકો કાર્યકર નથી પણ આપણી ખનીજ લૂંટવા મોટા કોઢ ઉંદરોને સહકાર આપી થોડો પડાવીને આપણી સંપત્તિ પડાવવાની સાજીસ છે જેથી લોકોએ ચેતવાની જરૂર છે.આવી પાર્ટીને મત નહિ આપીને સાવધાન રહેવા બચવા અપીલ કરી હતી.