ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ વાળાઓ સાથે દારૂના નશામાં હંગામો કરતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. ભરૂચ માર્ગ અને મકાન વિભાગમાં એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં અને ઝાડેશ્વરની નિલકંઠ મહાદેવ મંદિરની પાછળ આવેલી રેવા દર્શન સોસાયટીમાં રહેતાં જયેન્દ્ર વસાવા શક્તિનાથ વિસ્તારમાં આવેલી ખાણીપીણીની લારીઓ પર આવ્યાં હતાં. દરમિયાનમાં તેમની લારી સંચાલકો સાથે કોઇ બાબતે તકરાર થતાં તેમણે પોતે સરકારી અધિકારી હોવાનો રોફ જમાવવા માટે તેમને તેમની લારીઓ અહીંથી હટાવી દઇશ તેવી ધાકધમકીઓ આપી હતી. ઉપરાંત અપશબ્દો ઉચ્ચારવા લાગ્યાં હતાં તેમજ તેમના કોઇ અધિકારીને ફોન પર દબાણના નામે લારીઓ હટાવવા કહેતાં હતાં. દરમિયાનમાં કોઇએ પોલીસને જાણ કરી હતી. જયેન્દ્ર વસાવા તેની વેગન આર કાર લઇને ત્યાંથી જવા નિકળ્યો તે વેળાં પોલીસે આવી પહોંચતાં તેમણે કારને રોકી તપાસ કરતાં તેમના મોઢામાંથી દારૂનો નશો કર્યાંની વાસ આવતાં તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ, સરકારીકર્મીની કાર પોલીસે જપ્ત કરી
Views: 33
Read Time:1 Minute, 30 Second