રાજ્યમાં વાહન વ્યવહાર નિગમ ધ્વારા મુસાફરને અસરકારક જાહેર પરિવહનની સેવા પુરી પડે તે માટે મંજૂર કરાયેલ બજેટ થકી વાહનવ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા નવીન 100 બસોનુ લોકાર્પણ કરાયેલ , જે પૈકી આજે વડોદરા ડેપો ખાતે થી સુચારુ અને કાર્યદક્ષ લોકાભિમુખ વહીવટ માટે જાણીતા વડોદરા ડેપો ના મેનેજર શ્રીમતિ પાયલ બેન પટેલ ના હસ્તે એક વધુ નવી સફર, સુખદ યાત્રા તરફ પ્રયાણ ના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ફાળવેલ નવી બસોના ઇન્ટર સિટી રૂટ પર લોકાર્પણ થી મુસાફરોની સુવિધાઓમાં વધારો થતાં મુસાફર જનતા માં આનંદ વ્યાપી ગયો હતો,આ પ્રસંગે એસ.ટી.નિગમ ના
માન્ય ત્રણ યુનિયન ના હોદેદારો તથા સર્વે કર્મચારીઓ ઉપસ્થિતિ રહ્યા હત અને શ્રીફળ અને પૂજાવિધિ કરી ને આ બસો જનસેવામાં લોકાર્પિત કરેલ જેને લઈને મુસાફર જનતા માં હર્ષ અને આનંદ ની લાગણી વ્યાપી જવા પામી હતી.
(રિપોર્ટર, ફરહીન બહાદરપુરવાલા, આણંદ)
વડોદરા અમદાવાદ ઇન્ટરસિટી રૂટ પર નવીન બસો ના લોકાર્પણ થી મસાફરો ની શૂવિધા માં વધારો
Views: 46
Read Time:1 Minute, 24 Second