
ભરૂચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઇ એ. એ. ચૌધરી તેમજ કોન્સ્ટેબલ મો.ગુફરાનને વર્ષ 2022માં પોલીસ વિભાગની ફરજ દરમ્યાન બજાવેલ ઉત્કૃષ્ટ અને સરાહનીય કામગીરી બદલ ડીજીપી કમેન્ડેશન ડિસ્ક-2022 થી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે સંમાનિત કરવામાં આવ્યા છે. અમદાવાદ ખાતે ગુરૂવારે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયના હસ્તે રાજ્યભરમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનારા પોલીસકર્મીઓને કેમેન્ડેશન ડિસ્ક – 2022 પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરવામાં આવ્યાં છે. કમેન્ડેશન ડિસ્ક એવોર્ડ માટે ખાસ કમિટી દ્વારા રાજ્યભરના પોલીસકર્મીઓ પૈકીના સારી કામગીરી કરનારાઓની સ્કૂટિની કરવામાં આવે છે. જેમાં તેમની ફરજ દરમિયાનની કામગીરી તેમજ કેસનો નિકાલ સહિતના વિવિધ પાસાઓમાં સારી કામગીરી કરી હોય તેવા કુલ 110 કર્મીઓને સન્માનિત કરાયાં હતાં. જેમાં ભરૂચના એસઓજીના પીઆઇ આનંદ ચૌધરી તેમજ કોન્સ્ટેબલ મો. ગુફરાનને પણ કમેન્ડેશન ડિસ્ક – 2022થી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.