ભરૂચ જન હિતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વુમન્સ ડે સુપર વુમન્સ એવોર્ડ તથા કોલરશીપ ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો..

Views: 31
0 0

Read Time:3 Minute, 15 Second

જીવન ઉપયોગી સાથે લોકોને આત્મનિભરનો સંદેશો સાથે આત્મા નિર્ભર કરતી વુમન્સનું વિશેષ સન્માન કરાયું..

ભરૂચના બીડીએમએ હોલ ખાતે વુમન્સ ડે ઉજવાયો..

ભરૂચ

ભરૂચ જિલ્લામાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે ત્યારે એક માનવજ બીજા માનવને મદદરૂપ થાય તેવા અનેક કાર્યો વચ્ચે વુમન્સ ડે સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સારી કામગીરી કરતી વુમન્સ એટલે કે સ્ત્રીઓનું વિશેષ સન્માન અને ટ્રોફી એનાયત કરી બહુમાન કરવામાં આવ્યું હતું

ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ 7x કોમ્પ્લેક્સના ભરૂચ ડિસટીક મેનેજમેન્ટ એસોસિએશનના હોલ ખાતે જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વુમન્સ ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ પદે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ નગરપાલિકાના ઉપપ્રમુખ અક્ષય પટેલ નગરપાલિકા પૂર્વ પ્રમુખ અમિત ચાવડા સુરભીબેન તમાકુવાળા હેમાલી રાણા વોર્ડ 6ના નગરસેવક હેમુબેન પટેલ સહિત ના રાજકીય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે વુમન્સ ડે નિમિત્તે વિવિધ ક્ષેત્રમાં શ્રેષ્ઠ અને સારી કામગીરી કરતી વુમન્સોનું ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત કરી તેઓ તેમના કાર્યોમાં વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ આપી હતી

જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દેવાંશી અટોદરિયા ને શિક્ષણ માટે 50000નો ચેક અર્પણ કર્યો હતો સાથે શૂટિંગ શૂટરમાં ખુશી ચુડાસમા દેવસ્યા પટેલ ચેસમાં આગળ હોય કુસ્તીમાં પાયલ વણઝારા અને ફૂટબોલમાં શૈલા બારીયા ટ્રેક વોનડોમાં અલીસા મોલવી સાયકલિંગમાં કમલા રાવ ટ્રી પ્લાન્ટેશનમાં ધ્રુવા મોદી રેલવે પોલીસમાં મુસાફરનો જીવ બચાવનાર રોશની સિંગ તથા યંગેસ્ટ ન્યુઝ એન્કર તરીકે જહાનવી મકવાણા માઉન્ટેનિંગ સીમા ભગત ક્રિકેટમાં કૃપા પ્રજાપતિ અને સમાજ સેવિકા બઈજી રાઠોડ તથા એથલ્ટીકમાં પૂજા ચોકસીને શ્રેષ્ઠ વુમન્સ તરીકે સન્માન આપવામાં આવ્યું હતું અને સાથે કાર્યક્રમનું સફળ સંચાલન પણ સંસ્થાના પ્રમુખ નીતિન માને અને વાઇસ ચેરમેન જીગનાશા ગોસ્વામી માનેએ કર્યું હતું

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

વાગરામાં એક જ રાતમાં બે એટીએમ ચોરીની ઘટનામાં હરિયાણાની મેવાતી ગેંગ અને સુરતની અનિલ કાથી ગેંગના સાગરીતો ઝબ્બે

Tue Mar 12 , 2024
Spread the love             ભરૂચ પોલીસને મળી મોટી સફળતા, એ.ટી.એમ. તોડી લૂંટ કરતી ટોળકીના 5 સાગરીતોની કરી ધરપકડ, વાગરા અને દહેજમાં એ.ટી.એમ.ચોરીના ગુનાને આપવામાં આવ્યો હતો અંજામ, ગુનામાં હરિયાણાની મેવાતી ગેંગ સામેલ હોવાનું બહાર આવ્યું, 7 ફરાર આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી. ભરૂચ જિલ્લા માં તાજેતર માં જ વાગરા ખાતે જે, બી […]
વાગરામાં એક જ રાતમાં બે એટીએમ ચોરીની ઘટનામાં હરિયાણાની મેવાતી ગેંગ અને સુરતની અનિલ કાથી ગેંગના સાગરીતો ઝબ્બે

You May Like

Breaking News

error: Content is protected !!