

અંકલેશ્વર પ્રતિન ચોકડી પર ચાલતા ભૂખ્યા ને ભોજન સંસ્થા ની શરૂઆત 7 ડિસેમ્બર 2018 ના રોજ અતુલભાઈ મુલાણી ,માંગી લાલ રાવલ,તેમજ આર,એન.સુકલા દ્વારા કરવા માં આવી હતી.
ભૂખ્યા ને ભોજન સંસ્થા સાંજે 1 ટાઈમ પ્રતિન ચોકડી ખાતે ની શુલ્ક ભૂખ્યા ઓને કોઈ પણ ભેદભાવ વગર ભોજન પૂરું પાડે છે.
લોકડાઉન ના સમયે પણ ભૂખ્યા ઓને 2 ટાઈમ ભોજન પુડું પાડે હતું. ભૂખ્યા ના ભોજન સંસ્થા ના કાયમી દાતા તરીકે મંગલમ પરિવાર ના ભરત ભાઈ પટેલ,હમ ટીવી ના અસલમભાઈ ખેરાણી, તેમજ વિવિધ દાન દાતા ઓના સહયોગ થી ભૂખ્યા નું ભોજન સતત છેલ્લા 6 વર્ષ થી ચાલી રહ્યું છે. જેમાં અંકલેશ્વર તાલુકા ની પ્રજા પોતાના જન્મ દિવસ ,લગ્ન વર્ષગાંઠ, તેમજ મૃત્યુ તિથિ નિમિતે ભૂખ્યા ઓને ભોજન કરવી સંસ્થા ને અનાજ નું દાન આપે છે.આજ ના પ્રસંગે સંસ્થા ના સ્થાપક અતુલભાઈ મુલાણી ,માંગીલાલ રાવલ,આર.એન.સુકલા તેમજ મંગલમ પરિવાર ના ભરત ભાઈ પટેલ સહ પરિવારે ભોજન ની સાથે ઠંડી ની સિઝન માં ગરમ ધાબરા નું વિતરણ કર્યું હતું.આ પ્રસંગે ખાસ સુરત થી બાગેશ્વર ધામ ના સંતો એ ખાસ હાજરી આપી હતી