સ્કૂલ રિક્ષા ચાલક અખ્તર 11 વર્ષની બાળકીનો રેપ કરતો હતો, મહિલાએ વીડિયો ઉતારતાં હેવાનિયત સામે આવી

Views: 54
1 0

Read Time:2 Minute, 22 Second

બાળકને રિક્ષામાં સ્કૂલ મોકલતા વાલીઓએ ચેતવા જેવો કિસ્સો બન્યો છે. એક રિક્ષાચાલકે બાળકી સાથે ગંદી હરકતો કરી હતી. જો કે, એક મહિલાએ તેનો વીડિયો ઉતારી લઈની જાગૃતાને કારણે રિક્ષાચાલકની પોલ ખુલ્લી પડી હતી. જેમાં વાત એવી છે કે સગરામપુરા રહેતો રિક્ષાચાલક 11 વર્ષની છાત્રાની છેડતી કરતો હોવાની વાત એક મહિલાને ધ્યાને આવતાં તેણે ફોનમાં વીડિયો ઉતારી લઈ છોકરીની બિલ્ડિંગમાં રહેતા એક વિદ્યાર્થીને જાણ કરી હતી, જેથી વિદ્યાર્થી મહિલાને બાળકીના ઘરે લઈ ગયો અને તેની માતાને વીડિયો બતાવતાં તે ચોંકી ઊઠી હતી.

માતાએ પૂછતાછ કરતાં બાળકીએ કહ્યું કે, રિક્ષાચાલકે તેને સળગાવી દેવાની ધમકી આપી હતી, જેથી ઘરે જાણ કરી ન હતી.

માતાએ બાળકીને વિગતવાર પૂછતાં તેણે કહ્યું હતું કે, રિક્ષાચાલક અખ્તર છેલ્લા 3 મહિનાથી સગરામપુરા પાસે 8-10 મિનિટ રિક્ષા થોભાવી ગંદી હરકતો કરતો હતો. આખરે બાળકીની માતાએ ફરિયાદ આપતાં અઠવા પોલીસે અખ્તર રઝા મુનીયાર (42) (રહે, મૌલવી સ્ટ્રીટ, સગરામપુરા) સામે રેપ, પોક્સો તેમજ ધમકીનો ગુનો નોંધી ધરપકડ કરી છે. આરોપી પરિણીત છે, પણ સંતાન નથી. પોલીસને આશંકા છે કે આરોપી અખ્તરે અન્ય વિદ્યાર્થિનીઓને પણ પોતાની જાળમાં ફસાવી હોય શકે છે.

મોબાઇલમાં પોર્ન વીડિયો જોઈને ઉત્તેજિત થતો હતો આરોપી અખ્તર રઝા મુનીયારે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે, તે મોબાઇલ ફોનમાં પોર્ન વીડિયો જોઇને ઉત્તેજિત થતો હતો અને ત્યાર બાદ બાળકી સાથે ગંદી હરકતો કરતો હતો. હાલમાં પોલીસે ફોન FSLમાં મોકલ્યો છે. આ ઉપરાંત આરોપીએ અન્ય કોઈ બાળકીને પણ શિકાર બનાવી છે કે કે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
100 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચ જન હિતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વુમન્સ ડે સુપર વુમન્સ એવોર્ડ તથા કોલરશીપ ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો..

Mon Mar 11 , 2024
Spread the love             જીવન ઉપયોગી સાથે લોકોને આત્મનિભરનો સંદેશો સાથે આત્મા નિર્ભર કરતી વુમન્સનું વિશેષ સન્માન કરાયું.. ભરૂચના બીડીએમએ હોલ ખાતે વુમન્સ ડે ઉજવાયો.. ભરૂચ ભરૂચ જિલ્લામાં કાર્યરત જન હિતાર્થ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિ કરવામાં આવે છે ત્યારે એક માનવજ બીજા માનવને મદદરૂપ થાય તેવા અનેક કાર્યો વચ્ચે […]
ભરૂચ જન હિતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ મહિલા દિવસ નિમિત્તે વુમન્સ ડે સુપર વુમન્સ એવોર્ડ તથા કોલરશીપ ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો..

You May Like

Breaking News

error: Content is protected !!