ભરૂચમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત બેઠક યોજાઈ હતી.જેમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના જીતાડવા કોંગ્રેસના આગેવાનોએ આહવાન કર્યું હતું.
જ્યારે આ બેઠકમાં કોંગ્રેસના કેટલાક નારાજ આગેવાનો બેઠકથી અળગા રહ્યા હતા.ચૈતર વસાવા ઘમંડી છે એવા મનસુખ વસાવાના આક્ષેપ અંગે આપી પ્રતિક્રિયા આપતા મનસુખભાઇ અમારા વડીલ છે, લોકોના કામો કર્યા વગર ભાજપ 5 લાખ મતની લીડથી જીતવાની વાત કરે છે માટે તેઓ જ ઘમંડી છે.
ભરૂચમાં આજ રોજ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સંયુક્ત બેઠક મળી હતી જેમાં એકબીજાના સહકાર માં લોકસભા ચૂંટણી લડી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સંયુક્ત બેઠક મળી હતી. જેમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાને જીતાડવા કોંગ્રેસના આગેવાનોએ આહવાન કર્યું હતું. બેઠકમાં આપના ગોપાલ ઇટાલિયા,ચૈતર વસાવા અને અન્ય અગ્રણી ઓ તેમજ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ હરીશ પરમાર,સહિત અન્ય અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.જોકે કોંગ્રેસના કેટલાક નારાજ આગેવાનો બેઠકથી અળગા રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બેઠક બાદ ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનું આખું સંગઠન અમારી સાથે છે અને અમે એકબીજાના સહકારથી ચૂંટણી લડી ભરૂચની બેઠક જીતી એહમદભાઈને શ્રદ્ધાંજલિ રૂપે આપીશું. ચૈતર વસાવા ઘમંડી છે એવા મનસુખ વસાવાના આક્ષેપ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે,મનસુખ વસાવા અમારા વડીલ છે.છેલ્લા 30 વર્ષથી પ્રતિનિધિત્વ કરે છે ત્યારે તેઓ કહે કે કેટલા કામ કર્યા, કોના કામ કર્યા તે જણાવે.તેઓ 5 લાખ મત લીડથી જીતવાની વાત કરે છે માટે તેઓ જ ઘમંડી છે તેવા આક્ષેપ કર્યા હતાં.ભાજપ મહેશ વસાવા હોય કે પછી અન્ય લોકોને લોભામણી લાલચો આપી રહી ચૈતર વસાવાને હરાવવાની રણનીતિ ઘડી રહી છે.