ભરૂચ એ ડીવીઝન પોલીસ મથક વિસ્તારમાં સીકલીગર ગેંગના ત્રણ સગા ભાઈએ બે મકાનોને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો.આ ઘટના પહેલા પોલીસના હાથે બે ભાઈઓ પકડાઈ ગયા હતા.જ્યારે ત્રીજો ભાઈ બે વર્ષથી નાસતો-ફરતો હોય ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમે ઝડપી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.જ્યારે અન્ય એક મોબાઈલ ચોરને LCB ની ટીમે હાંસોટથી ઝડપી પાડ્યો હતો.
ભરૂચ પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ પેરોલ ફર્લો જમ્પ ફરારી આરોપી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા આદેશ આપ્યા હતા.જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કોડની ટીમના માણસો કાવી પોલીસ મથકના વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા.તે સમયે માહિતી મળી હતી કે, ભરૂચ શહેરના એ ડીવીઝન પોલીસ મથકના નિપનનગર અને અયોધ્યાનગરમાં સીકલીગર ગેંગના ત્રણ ભાઈઓએ ચોરીને અંજામ આપ્યો હતો.તેમાં બે ભાઈઓ પહેલા પોલીસ પકડમાં આવી ચુક્યા છે. જ્યારે ત્રીજો ભાઈ છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો આરોપી મનીંદરસીંગ પ્રીતમસીંગ સીકલીગર જંબુસર તાલુકાના દહેગામ હાજર હોય પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
જ્યારે બીજા એક બનાવમાં ભરૂચ LCB ની ટીમે માહિતીના આધારે હાંસોટ તાલુકાના આમોદગામ પાટીયા પાસેથી શંકાસ્પદ મોબાઇલ વેચવા ફરતા એક ઈસમ નામે અવધેશ રામબ્રીજ રાજભરને ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની અંગ જડતી કરતા તેની પાસેથી ચોરીમાં ગયેલો ગ્રે કલરનો મોટોરોલા કંપનીનો MOTO G31 મોબાઈલ મળી આવ્યો હતો.જેથી પોલીસે તેના મોબાઈલ કી.રૂ.5 હજાર ગણી સી.આર. પી.સી. કલમ-102 મુજબ કબ્જે કરી 41(1) ડી મુજબ ગુનો નોંધી વધુ તપાસ માટે હાંસોટ પોલીસ મથકમાં સોંપવામાં આવ્યો છે.
ચોરીનો ભેદ ઉકેલાયો:ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમે બે વર્ષથી ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ સીકલીગર ગેંગના આરોપીને પક્ડયો, એક મોબાઇલ ચોર પણ ઝબ્બે
Views: 30
Read Time:2 Minute, 18 Second