મોબાઈલ ફોન તેના કોઈ સંબધી પાસે રાખ્યો હોવાની વાત કબુલી.
આઈશા આપઘાત કેસમાં એક પછી એક નવા ખુલાસા સામે આવી રહ્યા છે.
આરોપી આરીફ લગ્ન થોડા સમય પછી ઘરની નાની-નાની વાતોમાં આયેશા સાથે મારઝૂડ કરતો હતો એટલું જ નહીં પતિ આરીફે આયેશાને ચારથી પાંચ જેટલા લાફા મારતા આંખમાંથી લોહી નીકળ્યું હોવાની કબૂલાત કરી છે. ત્યારે આરીફની સઘન પુછપરછ કરતા તેનો ફોન મળી આવ્યો છે. તેના ફોનના તમામ ડેટા મળી આવ્યા છે.આઈશાને આપઘાત કરવા મજબૂર કરનાર આરોપી પતિ આરીફ વિરુદ્ધ ફરિયાદ થયા બાદ તે તેના ઘરેથી નાસી ગયો હતો પરતું અમદાવાદ પોલીસે તેને રાજસ્થાનના પાલી ખાતેથી ઝડપી પાડ્યો હતો. પોલીસે તેના મોબાઈલ ફોન વિશે પુછતા તેણે સરખી રીતે જવાબ આપ્યા ન હતા. જેથી તેની આજે કડક તરીકેથી પુછપરછ કરતા તેણે તેના મોબાઈલ અંગે પોલીસને તમામ માહિતી આપી છે.તે તેનો મોબાઈલ ફોન તેના કોઈ સંબધી પાસે રાખ્યો હોવાની વાત તેણે કબુલી છે.પીઆઇ,રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન વી.એમ. દેસાઈના જણાવ્યા પ્રમાણે, મોબાઈલ ફોનમાં તમામ ડેટા મળી આવ્યા છે જેમાં સોશિયલ મીડિયામાં કોની સાથે સંપર્કમાં હતો. સાથે જ આયેશા જોડે જાન્યુઆરી મહિનામાં 30 સેકન્ડ વાત કરી હતી. બાદમાં 25મી ફ્રેબ્રુઆરી આયેશાએ આપઘાત કરતા પહેલા બન્ને વચ્ચે 72 મિનિટ જેટલી વાત થઈ છે. જો કે આયેશા આરોપી આરીફ અનેક વખત ફોન કરતી હતી પણ આરોપી આરીફ ફોન ઉપાડતો ન હતોપતિ આરીફ પોલીસ રિમાન્ડ દરમિયાન તપાસમાં અનેક હક્કીતો સામે આવી છે. આરોપી આરીફ લગ્ન થોડા સમય પછી ઘરની નાની-નાની વાતોમાં આયેશા સાથે મારઝૂડ કરતો હતો એટલું જ નહીં પતિ આરીફે આયેશાને ચારથી પાંચ જેટલા લાફા મારતા આંખમાંથી લોહી નીકળ્યું હોવાની કબૂલાત કરી છે.પીઆઇ,રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન વી.એમ. દેસાઈના જણાવ્યા પ્રમાણે આરોપી આરીફના નિવેદનમાં દહેજ માગણી કરતા હોવાનું સામે આવ્યું છે. જો કે આરોપી આરીફના પરિવાર પૈસા ટેકે સદ્ધર હોવા છતાં દહેજ ભૂખ્યા સાસરિયા વાળા પૈસાની માગણી કરતા હતા. રિવરફ્રન્ટ પોલીસે આરોપી આરીફના મોબાઈલ ફોન એફ.એસ.એલમાં મોકલવામાં આવશે. સાથે જ આ કેસમાં પોલીસ સાયન્ટિફિક પુરાવા મેળવી તપાસ કરવામાં આવી રહી છે પણ આરોપી મોબાઈલ ફોનમાંથી અનેક ચોકવાનારી હકકિત સામે આવી શકે છે