વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો આરોપીઓ સહીત ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી હરીકૃષ્ણ પટેલ , વડોદરા વિભાગ વડોદરાનાઓ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓએ ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનું વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આધારે તથા પો.ઇન્સ.શ્રી કે.ડી.મંડોરા નાઓના માર્ગદર્શન આધારે પો.સ.ઇ. એમ.આર.શકોરીયા નાઓ એસ.ઓ.જી. ટીમના પોલીસ માણસો સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અનુસંધાને અંકલેશ્વર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા દરમ્યાન હે.કો. અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ નાઓને બાતમી મળેલ કે અંકલેશ્વર GIDC ડેપો તરફથી રેલ્વે સ્ટેશન તરફ જતા રોડ ઉપરથી એક ઇસમ કાળા કલરની Access125 ટુ – વ્હીલર ગાડી ઉપર ગાંજો લઇને આવનાર છે જે બાતમી આધારે પોલીસ ઇન્સપેકટરશ્રી એફ.કે.જોગલ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન તથા એસ.ઓ.જી. ટીમ સાથે બાતમી મુજબ કાર્યવાહી કરતા આરોપીઓ પાસેની Access125 ટુ – વ્હીલર ગાડીની ડીકીમાંથી ગેરકાયદેસર નશાકારક માદક વનસ્પતિજન્ય પદાર્થ ગાંજો કુલ જથ્થો ૨ કિલો ૦૫૫ ગ્રામ કિંમત રૂપિયા ૧૨,૩૩૦ / – અને મોબાઇલ ફોન તથા Access125 ટુ – વ્હીલર ગાડી કુલ કિંમત રૂપિયા ૮૭,૩૩૦ / – ના મુદામાલ સાથે પકડાઇ જતા એન.ડી.પી.એસ.એકટ કલમ ૮ ( c ) , ૨૦ [ bi ( B ) } ] , ૨૯ મુજબ અંકલેશ્વર શહેર પો.સ્ટે.માં ગુનો રજીસ્ટર થતાં આગળની તપાસ પોલીસ ઇન્સપેકટર શ્રી કે.ડી.મંડોરા એસ.ઓ.જી. ભરૂચનાઓ ચલાવી રહેલ છે . આરોપીન નામ ( ૧ ) સીરાજ સાદીક શેખ ( ૨ ) રસીદાબાનુ wro સીરાજ સાદીક શેખ બન્ને રહે . ૨૦૪ અદનાન એપાર્ટમેન્ટ , ભાટવાડ સુરતી ભાગોળ , અંકલેશ્વર , જિ.ભરૂચ આરોપીનો ગુનાહીત ઇતિહાસ ( ૧ ) અંકલેશ્વર શહેર પો.સ્ટે . ગુ.ર.નં- II – ૮૪ / ર ૦૧૫ NDPS એકટ કલમ ૮ સી ) , ૨૦ ( બી ) મુજબ ( ૨ ) જુનાગઢ સી ” ડીવીઝન પો.સ્ટે . ગુ.ર.નં – ના -૧૧૧ / ૨૦૧૯ NDPS એકટ કલમ સી ) , ૨૦ બી ) , ૨૨,૨૯ મુજબ
વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો આરોપીઓ સહીત ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી.પોલીસ..
Views: 77
Read Time:3 Minute, 37 Second
કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારી
પોલીસ ઇન્સપેકટરશ્રી એફ.કે.જોગલ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન પો.સ.ઇ. એમ.આર.શકોરીયા પો.સ.ઇ. એન જે.ટાપરીયા એ.એસ.આઇ.પ્રદિપભાઇ રમેશભાઇ એ.એસ.આઇ.દર્શકભાઈ ઘનશ્યામભાઇ છે કો રવિન્દ્રભાઇ નુરજીભાઇ હેકો અનિરૂધ્ધસિંહ રણજીતસિંહ હે.કો.ગીરીશભાઇ જેઠાભાઇ યુ.પો.કો.ભુમિકાબેન ધરમદાસ પો.કો.મો.ગુફરાન મો.આરીફ ડ્રા.પો.કો. અશ્વિનભાઇ શંભુભાઇ ડ્રા.પો.કો.મુકેશભાઇ શંકરભાઇ C ) 5