ડેડીયાપાડાના થાણાં ફળિયામાં રહેતા અને મૂળ રાજપીપલાના નિવૃત્ત પી એસ. આઈ અનિલ નરેદ્ર પ્રસાદ ભટ્ટ અને તેમના પત્ની 1 એપ્રિલે સુરત ખાતે રહેતા બેનને ત્યાં મહેમાન ગયા હતા. ત્યારબાદ સુરતથી 17 જુલાઈના રોજ પોતાના ઘરે ડેડીયાપાડા આવી ઘરમાં પ્રવેશ કરતા તેમના પત્નીને ઘરમાં ચોરી થયાનું અનુમાન લગાવ્યું હતું. તિજોરીઓના ખાના ડ્રોવર તથા દાગીનાઓના બોક્સ ઘરના રૂમમાં રાખેલ સોફા ઉપર વેર વીખેર પડેલા હતા. દંપતિ દ્વારા તિજોરી અને બીજા કબાટો તેમજ લોખંડના કબાટ અને ડ્રેસીંગ ટેબલમા જોઇ ખાતરી કરતા રોકડ રકમ રૂપીયા 15000 તેમજ સોનાના દાગીનાની ચોરી થયાનુ માલુમ પડ્યું હતું.જેમાં સોનાના દાગીના કુલ રૂપિયા આશરે 8.32 લાખના હોવાનું જણાયું હતું. આમ રોકડ અને સોનાના દાગીના મળી 8.47 લાખની ચોરી થયાનું માલુમ પડ્યું હતું. આ ચોરીની ઘટના અંગે નિવૃત્ત પી.એસ.આઈ દ્વારા 17 જુલાઈ ના રોજ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી તેમજ બીજા દિવસે ચોરીના બનાવ અંગેની અરજી આપી છતાં તે સમયે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી નોહતી. ત્યાર બાદ ફરિયાદીએ IG સુધી ફરીયાદ કરતા 15 દિવસ બાદ પોલીસે 3 ઓગષ્ટે ફરિયાદ નોંધી તપાસ ચાલુ કરી છે.
નિવૃત પીએસઆઈના ઘરમાંથી રૂ. 8.47 લાખની મત્તાની ચોરી, સોનાના દાગીના-રોકડ રકમ તસ્કરો લઇ ગયાં..
Views: 83
Read Time:1 Minute, 48 Second