નર્મદા જિલ્લા ના તિલકવાડા તાલુકાના વનમાળા ગામે આડા સંબધ રાખવાના મામલે મારક હથિયારો વડે જીવલેણ હુમલો કરવાના બનાવ માં એકને ગંભીર ઇજા થવા પામી છે. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન માં પહોચતા તિલકવાડા પોલીસ મથકે 6 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.તીલકલવાડા તાલુકાના વનમાળા ગામના પંચાયત ફળીયામાં રહેતા મોહસિન કમાલુદ્દીન ચૌહાણે તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મોહસીન પોતાના કામે ગામ માંથી જતો હતો ત્યારે ગામના તાહીબેને શેખે ઉભો રખાવી કહ્યું કે તુ કેમ મારા છોકરાઓ તથા ભત્રીજાને ધમકાવે છે તેમ કહેતા મોહસીનેએ જણાવેલ કે આ શહેનાઝ જાવેદ શેખની વિધવા સાથે આડા સબંધ નહી રાખવા તેમ કહેતા ઝગડો થયો હતો.આ સાથે ફૈજલ મયુદિન શેખ નાઓ અગાઉ શહેનાઝ જાવેદ શેખની વિધવા સાથે આડા સબંધ રાખવા બાબતે મોહસીને ફૈજલ મયુદિન શેખ નાઓને ધાક ધમકી આપેલ તેની અદાવત રાખી ઇમરાન એહમદખાન શેખ, નજરૂદિન કમરૂદ્દીન શેખ, ઇશાકભાઇ કમરૂદ્દીન શેખ, શાહીલ સુલતાન શેખ, ફૈજલ મયુદિન શેખ, તાહીબેન એહમદભાઇ શેખ તમામ એક સંપ થઇ ગે.કા.મંડળી બનાવી હાથમાં મારક હથિયારો ધારણ કરી મળીને હુમલો કર્યો અને મારા મારી સર્જાઈ હતી આ બાબતે મોહસીને તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
તિલકવાડાના વનમાળા ગામમાં અનૈતિક સંબંધ બાબતે મારામારી..
Views: 87
Read Time:1 Minute, 54 Second