રાજપારડી પોલીસ સ્ટેશનમાંથી જણાવ્યા અનુસાર ગઇકાલે રાતના રાજપારડી પોલીસ સ્ટેશન ના પી,એસ,આઈ, જેબી જાદવ તેઓ ના સ્ટાફ સાથે.નેત્રંગ તરફના રોડ પર વોચ તપાસમાં હતા ત્યારે ચાર ટ્રકો શંકાસ્પદ હાલતમાં તાડપત્રી બાંધેલી જોવામાં આવતા આ ચાર ટ્કોમાં ભેંસો અને પાડિયા ભરેલા જણાયા હતા.પોલીસે આ ચાર ટ્રકોમાં ભરીને લઇ જવાતી કુલ ભેંસો નંગ ૩૬ જેની કિંમત રુ.૩૬૦૦૦૦,પાડિયા કુલ નંગ ૯ જેની કિંમત રુ.૧૮૦૦૦ અને ચાર ટ્રકો કુલ કિંમત રુ.વીસ લાખની મળીને કુલ મળીને ૨૩૭૮૦૦૦ નો મુદ્દામાલ કબજે લઇને ચાર ઇસમો મહેબુબ રસુલ મલેક રહે.ભરૂચ,હનીફઅલી મારવાડી રહે.ભરુચ,બાબુભાઇ ચંદુભાઇ તડવી રહે.મકતમપુર ભરૂચ અને યુસુફ મહમદ પટેલ રહે.ભરૂચની અટકાયત કરી હતી.પોલીસે ટ્રકોમાં ખીચોખીચ ભરીને તેમજ ઘાસચારા કે પાણીની સગવડ વિના દોરીથી બાંધેલા પશુઓને મુક્ત કરાવીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.રાત્રી દરમિયાન એક ભેંસનુ મોત થયુ હતુ .
રાજપારડી પાસે ભેંસો ભરીને જતી ચાર ટ્રકો ઝડપી પાડતી રાજપારડી પોલીસ ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામ નજીક નેત્રંગ રોડ પર પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ભેંસો ભરીને જતી ચાર ટ્રકો પકડી પાડી હતી…
Views: 79
Read Time:1 Minute, 25 Second