ભરૂચના હિંગલોટ ગામ ખાતે મતદાન લોક જાગૃતિ અંગે ઉપસ્થિત આશાવર્કર, આંગણવાડીના કાર્યકરો, ગામના બિન રાજકીય આગેવાનો અને નવા મતદાતાઓને મતદાનની મહત્તમ માહિતી પુરી પાડવામાં આવી હતી.લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત આજ રોજ ખાતે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત હિંગલોટ ખાતે ચુનાવ પાઠશાલાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ગામના આશા વર્કર, આંગણવાડીના કાર્યકરો, ગામના બિન રાજકીય આગેવાનો અને નવા મતદારોને સાથે રાખી મતદાન જાગૃતિના કાર્યક્રમો જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ના જીગ્નેશ પટેલ અને કલ્પેશ પરમાર ઉપસ્થિત રહી મતદાન જાગૃતિ અંગે મહત્તમ માહિતી પુરી પાડી હતી. સાથે તમામે અમે અચૂક મતદાન કરીશું તેવો સંકલ્પ લીધો હતો.આ ચૂનાવ પાઠશાલા કાર્યક્રમમાં ઉપસ્થિત મતદાતાઓ સાથે ગત ચૂંટણીના પુરૂષ-મહિલા મતદાતાના આંકડા બાબતે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. તેમજ મતદાન મથકમાં મહિલાઓનું ઓછુ મતદાન કેમ થાય છે. એના કારણોની વિશેષ ચર્ચા કરી પ્રશ્નોના નિવારણ લાવવા માટે ચર્ચાઓ કરાઈ હતી.સાથે ગામના મતદાતાઓ અને શાળાના વિધાર્થીઓએ મતદાન માટેનો સૌને સંકલ્પ લેવડાવ્યા હતા.
ભરૂચના હિંગલોટ ખાતે ચુનાવ પાઠશાલા કાર્યક્રમનું આયોજન, ગ્રામજનોએ અચૂક મતદાન કરવા શપથ લીધા
Views: 33
Read Time:1 Minute, 42 Second