


કરજણ ફાયર વિભાગ દ્વારા નેશનલ ફાયર સર્વિસ ડે અંતર્ગત ફાયર વિભાગના શહીદ થયેલ જવાનો ને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી તેમજ શહીદ થયેલ યુદ્ધાઓની યાદમાં કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી ફાયર સર્વિસ વિક ની શરૂઆત કરવામાં આવી હતી તેમજ કરજણ નગર પાલિકાના સભ્યો ને અવેરનેસ તેમજ બેજીક ફાયર સેફટી ની માહિતી પ્રદાન કરવામાં આવી હતી જેમાં ડેપ્યુટી રીજ્યોનલ ફાયર ઓફિસર સમીર ભાઈ ગઘવી એ જણાવ્યું હતું કે બધા સ્ટેશન કરતા કરજણ ફાયર નો સ્ટાફ વધુ પ્રોફેશનલ અને યંગ લાગે છે અને આવતા સમય માં હજુ પણ વધુ સુવિઘા સાથે અને નવી ટેક્નોલોજી સાથે સાઘનોને પાર્વઘાન્ય આપીશુ તેમજ એક ન્યુ મોર્ડન ફાયર સ્ટેશન નું પણ નિર્માણ થઈ રહ્યું છે તે માટે આપણ ને વધુ સજ્જ બની રહશે તેમજ સાથે સાથે કેવડિયા કોલોની ખાતે નેશનલ ફાયર સર્વિસ દિવસ અંતર્ગત રાજ્ય લેવલ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કરજણ ફાયર વિભાગના કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તે એક કરજણ ફાયર વિભાગ માટે ગર્વની વાત છે તેમજ આગામી દિવસોમાં કરજણ ફાયર વિભાગ દ્રારા વિવિઘ સ્થળો એ લોક જાગૃતિનો કાર્યકમો નું આયોજન કરવામાં આવશે એમ જણાવ્યું હતું આ કાર્યક્મમાં કરજણ નગરપાલિકાના પ્રમુખ તેમજ પાલિકાના ઉપ પ્રમુખ તેમજ પાલિકાના ચીફ ઓફિસર તેમજ ડેપ્યુટી રિઝનલ ફાયર ઓફિસર સહિત કરજણ નગરપાલિકા ના સભ્યઓ હાજર રહ્યા હતા,
રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા… કરજણ…