63 હજારના માસિક પગારદાર અડાજણ પોલીસની મહિલા PSI નિલમ મારુ 5 હજારની લાંચ લેવામાં એસીબીના છટકામાં ભેરવાય..

63 હજારના માસિક પગારદાર અડાજણ પોલીસની મહિલા PSI નિલમ મારુ 5 હજારની લાંચ લેવામાં એસીબીના છટકામાં ભેરવાયા છે. મહિલા PSIને અડાજણની સૌરભ પોલીસ ચોકીની અંદર ચાલુ ફરજે રવિવારે લાંચ લેતા પકડી લેવાઈ હતી.

PSIએ પહેલા 50 હજારની રકમ માંગી બાદમાં રકઝક થતા 40 હજારમાં પતાવટ થઈ હતી. જેમાં 29મીએ શનિવારે 35 હજાર લીધા. રવિવારે બાકી 5 હજાર લેવા જતા એસીબીની ટ્રેપમાં ભેરવાયા હતા.

અડાજણની એક સોસાયટીના ગેટની બહાર વાહનોના પાર્કિંગના મુદ્દે રહીશોએ 4 દુકાનદારો વિરૂદ્ધમાં પોલીસમાં અરજી આપી હતી. આ અરજીની અડાજણ પોલીસના સૌરભ પોલીસ ચોકીના મહિલા પીએસઆઈ નિલમબેન મારૂ કરી રહ્યા હતા.

અન્ય પોલીસકર્મીની સંડોવણીની આશંકા

મહિલા PSI નિલમ મારુ વર્ષ 2016માં ડાયરેક્ટ ભરતી થઈ હતી. તેમની અમદાવાદથી સુરતમાં બદલી થઈ હતી. મહિલા પીએસઆઈ સાથે લાંચ માંગવામાં અન્ય એક પોલીસકર્મીની સંડોવણીની આશંકા છે. આ બાબતે એસીબીએ તપાસ લંબાવી છે. 10 દિવસ પહેલા તેઓ લાંબી રજા પરથી હાજર થયા હતા. એસીબીના સ્ટાફે તેના ઘરે પણ મોડીરાતે સર્ચ કર્યું છે.

ગુનો નોંધવા કહી દુકાનદાર પાસે અગાઉ 35 હજાર લીધા હતા.

અડાજણની એક સોસાયટીના ગેટની બહાર વાહનોના પાર્કિંગના મુદ્દે રહીશોએ 4 દુકાનદારો વિરૂદ્ધમાં પોલીસમાં અરજી આપી હતી. આ અરજીની અડાજણ પોલીસના સૌરભ પોલીસ ચોકીના મહિલા પીએસઆઈ નિલમબેન મારૂ કરી રહ્યા હતા. PSIએ ચારેય દુકાનદારોનો કોઈ વાંક ન હોય છતાં તેઓની સામે કલમ 283 મુજબ કાર્યવાહી કરવા અને લોકઅપમાં બેસાડી દેવાની વાત કરી હતી. જેથી દુકાનદારો ડરી ગયા હતા. ચારેય દુકાનદારોને લોકઅપમાં નહીં બેસાડવા અને કાર્યવાહી ન કરવા PSI મારુએ પહેલા 50 હજાર માંગ્યા હતા. રવિવારે દુકાનદારે 5 હજારની રકમ સૌરભ પોલીસ ચોકીમાં મહિલા પીએસઆઈને આપી હતી. પછી તેને શંકા જતા દુકાનદારનો મોબાઇલ જોવા માંગ્યો હતો. મોબાઇલમાં અગાઉ 35 હજારની લાંચ લીધી તેનો વીડિયો હતો. આ જોઈ મહિલા પીએસઆઈ ચોંકી ગયા અને સ્ટાફને કહ્યું કે આપણો વિડિયો ઉતારેલો છે એમ કહી દુકાનદારની સામે 151 મુજબની કાર્યવાહી કરવાની વાત કરી એટલામાં એસીબી પોંહચી હતી.

admin11

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

ભરૂચી અપક્ષ ઉમેદવાર પહોંચ્યા યુકે સંસદમાં….

Fri Jul 5 , 2024
મૂળ ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામના વતની અને યુકેમાં સ્થાયી થયેલ ઇકબાલ મોહમ્મદ અમદાવાદી કડુજી હાલના યુકેમાં યોજાયેલ ચૂંટણીમાં અપક્ષ ઉમેવાર તરીકે 6000થી વધુની લીડ સાથે વિજય થઈ બેટલી એન્ડ ડ્યુસ્બરીના સાંસદ બન્યા…. ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામના વતની ઇકબાલ મુહહંમદ અમદાવાદીએ ટંકારીઆ ગામનું ગવર્વ વધાર્યું… તસ્લીમ પીરાંવાલા… ટંકારીયા..

You May Like

Breaking News