ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં કપાસનો પાક સૌથી વધુ પ્રમાણમાં થાય છે. એટલે જ તેને કાનમ પ્રદેશ પણ કહેવાય છે. કપાસને ખરીફ પાકોનો રાજા પણ કહેવાય છે. ચાલુ વર્ષે જંબુસર તાલુકામાં 31300 હેક્ટરમાં ખરીફ પાક કપાસનું વાવેતર થયું છે. પરંતુ કેટલાક સમયથી કપાસના પાકમાં વિકૃતિ જણાઈ રહી છે. જેમાં કપાસના પાન લાંબા અને પાતળા થવા સાથે કોકરવાટ જેવા થઈ જાય છે. આ વિકૃતિ વ્યાપક પ્રમાણમાં જોવા મળી રહી છે. જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર બાદ સમગ્ર મામલો ગાંધીનગ જીપીસીબી સુધી પહોંચ્યો છે.જંબુસર પંથકના ખેડૂતોનું કહેવું છે કે, આ કોઈ વાયરસ છે કે પછી કંપનીના પ્રદૂષણને કારણે થયું છે તેની સ્પષ્ટ જાણકારી નથી. તેથી ખેડૂતોએ કૃષિ તજજ્ઞોને આ અંગેની જાણ કરતા સેમ્પલ રજુ કરતા આ કયા કારણે રોગ થયો છે તેનું સંશોધન હજુ થઈ રહ્યું છે. સંશોધન બાદ જ તેની સાચી માહિતી જાણી શકાશે. ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, જંતુનાશક દવાઓ અને મજૂરી સાથે વધુ નાણાનો ખર્ચ કરી બે પાંદડે થવાની આશામાં આ ખર્ચ કર્યો હતો.અત્યારે આ વિકૃતિ આવતા મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જવાની દહેશત ઉભી થઈ છે.ખેડૂતોને જાણે પડતા પર પાટું પડ્યું હોય તેમ આ વર્ષે વરસાદની પણ જોઈએ એવા પ્રમાણમાં છૂટ થઈ નથી. અષાઢ મહિનો પૂર્ણ થવાને આરે હોવા છતાં મેઘરાજા મનમુકીને હજુ વરસી શક્યા નથી. જેથી ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. જગતના તાતને ક્યાંક કુદરતી આપત્તિઓનો સામનો કરવો પડે છે.
જંબુસર તાલુકામાં 31 હજાર હેક્ટરમાં કપાસના વાવેતરને ખતરો, પ્રદુષણ મુદ્દે GPCBને રજૂઆત….
Views: 63
Read Time:2 Minute, 4 Second