ભરૂચના અંકલેશ્વરમાં જોબ કન્સલટન્સીની આડમાં ધમધમતા બોગસ માર્કશીટ અને ચલણી નોટના કૌભાંડનો પર્દાફાશ થયો છે. આરોપીઓ રૂપિયા 25 હજાર લઈ બોર્ડ, યુનિવર્સિટી અને ITIની બોગસ માર્કશીટ બનાવી આપતા હતા. SOGએ ઘટનાસ્થળ પરથી 215 માર્કશીટ સાથે ઓરીજીનલ માર્કશીટ અને ડુપ્લીકેટ ચલણી નોટ પણ કબજે કરી છે.અંકલેશ્વરના ઓમકાર-2 કોમ્પલેક્સમાં આરતી કન્સલટન્સીની આડમાં આ કૌભાંડ ચાલતુ હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે સચીન પ્રેમાભાઈ ખારવા અને રાહુલ નરેન્દ્ર પરમાર નામના શખ્સોની અટકાયત કરી છે.ભરૂચ SOGને બંને આરોપીઓના કબજામાંથી ધોરણ 10, 12 કોલેજ, વીર નર્મદ યુનિવર્સિટી, આઈ.ટી.આઈ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, બોનોફાઇડ સહિતના પ્રમાણપત્રો મળી આવ્યા હતા.પોલીસે 239 ડુપ્લીકેટ માર્કશીટ અને સાથે 126 ઓરીજીનલ માર્કશીટ પણ કબજે કરી છે.આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલધોરણ 10,12, યુનિવર્સિટી, ITIની અલગ અલગ 215 નકલી માર્કશીટધોરણ 10,12, યુનિવર્સિટી, ITIની અલગ અલગ 126 ઓરીજીનલ માર્કશીટમાર્કશીટ પર લગાવવાના હોલસ્ટીકર નંગ 19,796ભારતીય બનાવટની ચલણી નોટ 50ના દરની 4ભારતીય બનાવટની ચલણી નોટ 100ના દરની 24 નોટA4 સાઈઝ પેપર પર પ્રિન્ટ કરેલ બનાવટી ચલણી નોટોના પેજ નંગ 20કલર પ્રિન્ટર તથા કોમ્પ્યુટર સિસ્ટમમોબાઈલ ફોન- 2
અંકલેશ્વરમાં જોબ કન્સલટન્સીની આડમાં ધમધમતા રેકેટનો પર્દાફાશ, જે ધોરણની માર્કશીટ જોઈએ તે 25 હજાર રૂપિયામાં બનાવી આપતા
Views: 75
Read Time:1 Minute, 51 Second