ભરૂચમાં વેપારી ત્રણ મહીનાથી ગુમ થતા કપડાનો મોટો જથ્થો બિનવારસી હાલતમાં, આગ લાગવાનો સ્થાનિકોને ભય

Views: 81
0 0

Read Time:2 Minute, 13 Second

ભરૂચમાં વેપારી ત્રણ મહીનાથી ગુમ થતા કપડાનો મોટો જથ્થો બિનવારસી હાલતમાં, આગ લાગવાનો સ્થાનિકોને ભય

ભરૂચની બાયપાસ ચોકડી નજીક આવેલા ફ્લાય ઓવર બ્રિજની નીચે કપડાનો વેપારી મોટા પ્રમાણમાં કપડાનો જથ્થો મૂકી ૩ મહિનાથી ગુમ થતા કપડાના જથ્થામાં આગ ફાટી નીકળે એવી દહેશત સ્થાનિકો વ્યક્ત કરી રહ્યાં છે.

ભરૂચ-દહેજને જોડતા બાયપાસ ચોકડી નજીકના ફ્લાય ઓવર બ્રિજ નીચે કેટલાક ગરીબ અને શ્રમજીવી પરિવારો વસવાટ કરી રહ્યાં છે. પરંતુ બાયપાસ ચોકડી નજીક આવેલા પોલીસની કેબીન નજીકમાં જ કોઈ વેપારી પોતાનો કપડાનો જથ્થો મૂકી ૩ મહિનાથી લાપતા બન્યો છે. જેના કારણે આ કપડાંના જથ્થામાંથી જરૂરિયાત મંદ લોકો કપડાં લઈ પણ જાય છે. પરંતુ તાજેતરમાં વરસેલા વરસાદના કારણે કપડા ભીના થઇ જવાના કારણે બિનઉપયોગી બની ગયા છે. જેના કારણે મોટી માત્રામાં કપડાનો જથ્થો ફ્લાય ઓવર બ્રિજ નીચે બિન ઉપયોગી થતા નજીકમાંથી પસાર થતા રાહદારીઓ કે વાહન ચાલકો દ્વારા બીડી કે સિગારેટ સળગાવીને દીવાસળી ફેંકી દેવામાં આવે તો કપડામાં આગ લાગવાની દુર્ઘટના પણ સર્જાઇ શકે છે.

આ અંગે સ્થાનિક આગેવાન અબ્દુલ કામઠીએ જણાવ્યું હતું કે નજીકમાં જ ૩ જેટલી હોસ્પિટલો પણ આવેલી છે. જેના કારણે આ વિસ્તાર સતત વાહનો અને લોકોથી ધમધમતો વિસ્તાર કહી શકાય ફ્લાય ઓવર બ્રિજ નીચે ઘણી વખત ભારે વાહનો પણ પાર્ક કરવામાં આવતા હોય છે. ત્યારે બિન ઉપયોગી કપડાનો મોટો જથ્થો દૂર કરવાની માંગ પણ સ્થાનિકો ઉઠાવી રહ્યાં છે. જે તંત્ર ત્વરિત ધ્યાન પર લે તે જરૂરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Next Post

સારસા ગામે જુગાર રમતા 5 ઝબ્બે, બે ચકમો આપી ફરાર

Wed Jun 23 , 2021
Spread the love             સારસા ગામે જુગાર રમતા 5 ઝબ્બે, બે ચકમો આપી ફરાર સારસા ગામની પાછળ આવેલ મધુમતી ખાડીને કિનારે બાવળીયાની ઓથમા કેટલાક ઈસમો હારજીતનો જુગાર રમી રહ્યા હતા ત્યારે પોલીસ કર્મચારીઓ દ્વારા જુગારવાળી જગ્યા પર રેઇડ કરતા જુગાર સ્થળ પરથી પાંચ ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી અને બે ઈસમો સ્થળ […]

You May Like

Breaking News

error: Content is protected !!