ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટ ,સંચાલિત ઉમ્મીદ એકેડેમી દ્વારા
સતત ત્રીજા વર્ષે સ્પોર્ટ્સ -ડેની સુજાન રેસીડેન્સી ખાતે ઉજવણી કરવામાં આવી.જેમાં નર્સરી, જુનિયર કે. જી., સિનિયર કે. જી. નાં ભુલકાઓ દ્વારા વિવિધ રમતોમાં ભાગ લઇ ઉત્સાહ પૂર્વક સ્પોર્ટ્સ -ડેની ઉજવણી કરવા માં આવી હતી.
સ્પોર્ટ્સ ડે નિમિત્તે મુખ્ય મહેમાન માં હાજી મોઇન ભાઈ ચકલાસી વારા, ડો.જાવેદભાઈ વહોરા(મ્યુ. કાઉન્સિલર) ડો.સોહેલ વહોરા(સહારા ક્લિનિક),હાજી વસીમ ભાઈ એન્જીનીયર, હાજી સરફરાઝ ભાઈ (ટીકુ કાજલ),હાજીઅલ્તાફ ભાઈ બોરીયાવી વારા, હાફેજ જુબેર ભાઈ મોદી, રિયાઝભાઈ વહોરા ( રીલુ ) ઉપસ્થિત રહી સ્પોર્ટ્સ ડે માં ભાગ લેનાર વિજેતા બનેલ ભુલકાઓને પ્રોત્સાહન રૂપી ઇનામ અપાયું હતું,
આ સ્પોર્ટ -ડેની ઉજવણી માટે ઉમ્મીદ એકેડેમીના શિક્ષકો તેમજ સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળતા અપાવી હતી.
(રિપોર્ટર, ફરહીન બહાદરપુરવાળા, આણંદ)
આણંદ ખાતે આવેલ ઉમ્મીદ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઉમ્મીદ એકેડેમી માં યોજાયો સ્પોર્ટ્સ’ડે
Views: 42
Read Time:1 Minute, 27 Second