અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતની વરસાદી ગટર માં કલર યુક્ત અને દુર્ગંધ વાળું પ્રદૂષિત પાણી વહી રહ્યું હતું જેની ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી ને ફરિયાદ કરાઈ હતી જોકે બીજા દિવસે પણ આ પ્રદૂષિત પાણી આવી જ રીતે અવિરત વહી રહ્યું હતું. આ અંગે જીપીસીબી તેમજ એન.સી.ટી અને ખુદ નોટીફાઈડ વિભાગ ની એજન્સી દ્વારા મોનીટંરીગ કરાઈ રહ્યું હોવા છતાં જાહેર માં પ્રદૂષિત પાણી વહેતા રહેતા પર્યાવરણ ને નુકશાન થવા ની સાથે સાથે પશુ પક્ષી ના જીવ પર પણ ખતરો ઉભો થઇ રહ્યો છે.પ્રકૃતિ મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે હવે વરસાદ નથી તેમ છતાં વરસાદી ગટરમાં પ્રદૂષિત પાણી વહી રહ્યા છે તેની જાણ જીપીસીબીના અધિકારીઓ ને કર્યા બાદ પણ બીજા દિવસ સુધી કોઈ ફરક પડ્યો નથી તો શું બેજવાબદાર ઉધોગપતિઓ, જવાબદાર અધિકારીઓ ની સાથે સાથે પ્રજા અને જાગૃત નાગરિકોએ પણ પ્રદૂષણ ને વિકાસ નો અભિન્ન અંગ માની લીધું છે. તેવો કટાક્ષ કર્યો હતો. અંગે ટૂંકમાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોર્ટ માર્ગે જવા નું પર્યાવરણ પ્રેમીઓ વિચારી રહ્યા છે.
પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન:અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની વરસાદી ગટરોમાં બિન્દાસ્ત પ્રદૂષિત પાણીનો નિકાલ
Views: 95
Read Time:1 Minute, 39 Second