વડોદરા વિભાગ તેમજ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય, નાઓ આગામી ગણપતિ ઉત્સવ દરમ્યાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અલગ અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકીંગ કરવા તથા વધુ માં વધુ પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા માટે નાકાબંધી/વોચ રાખી કોઇ અસામાજીક પ્રવૃતી જણાઇ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા તમામ અધિકારીક્ષ્રીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવેલ હતી.તેથી માટે , પોલીસ ઇન્સ્પેકટર,કૃણાલ પટેલ એલ.સી.બી. વડોદરા ગ્રામ્ય નાઓ ધ્વારા તાબાના અધિકારી તથા સ્ટાફને વધુ માં વધુ વિદેશી દારૂના પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા અર્થે તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી અરસકારક કામગીરી કરી વધુ માં વધુ કેસો શોધી કાઢવા જરૂરી સુચના/માર્ગદર્શન આપેલ હતી જે આધારે ગઇકાલે પો.સબ.ઇન્સ. એલ.સી.બી.તેમજ એલ.સી.બી.ની ટીમ શીનોર પો સ્ટે વિસ્તારમાં અનડીટેકટ ગુનાની તપાસમાં હતા તે દરમ્યાન એલ.સી.બી.ની ટીમને સંયુકતપણે ચોકકસ બાતમી હકિકત મળેલ કે, એક આઇસર બંધ બોડી ગાડી નંબર MH 48 AY 9916 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી ભરૂચ થઇ વડોદરા તરફ આવનાર છે, જેથી એલ.સી.બી. ટીમ કરજણ પો.સ્ટે.ની હદના ને.હાઇવે નંબર-૪૮ ઉપર રામેદવ હોટલ સામે આઇશર ગાડીની વોચમાં છુટા છુવાયા વોચમાં ગોઠવાઈ ગયેલ દરમ્યાન બાતમી હકિકતવાળી આઇશર ગાડી આવતા તેને કોર્ડન કરી ઝડપી પાડી આઇશરમાં ડ્રાઇવર ઇસમ એકલો જ હોય જેને નીચે ઉતારી નામઠામ પુછતા અનવર અહમદ વ્હોરા રહે ડભાણ,પંચાયત ઓફીસની બાજુમાં તા.નડીયાદ જી.ખેડા નોહોવાનું જણાવેલ જેને આઇશરમાં શુ ભરેલ છે તે બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી જેથી આઇશરમાં તપાસણી કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ મળી આવેલ જે બહાર કાઢી ગણતરી કરતા વિદેશી દારૂના કવાર્ટરીયા પેટી નંગ- ૪૧૬, જેમાં કુલ બોટલ નંગ-૧૯૯૬૮,ટોટલ કિ.રૂ.૧૯,૯૬,૮૦૦/- તથા મોબાઈલ ફોન-૦૧ રૂ.૨,૦૦૦/- તથા આઇશર ગાડી કી.રૂ.૧૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૨૯,૯૮,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.જે આઘારે કરજણ પોલીસ સ્ટેશન માં પ્રોહી નો ગણનાપાત્ર કેસ રજસ્તર કરવામાં આવેલ છે….
તસ્લીમ પીરાંવાલા… કરજણ..