ભરૂચ: શ્વેબ ફાઉન્ડેશન ફોર સોશિયલ એન્ટરપ્રિન્યોરશિપએ જ્યુબીલન્ટ ભારતીય ફાઉન્ડેશન સાથેની ભાગીદારીમાં જેની લાંબા સમયથી પ્રતીક્ષા હતી તેવા ‘સોશિયલ એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર’ ઇન્ડિયા એવોર્ડ 2023ની 14મી આવૃત્તિ માટે ફાઇનાલિસ્ટની આજે ઘોષણા કરી હતી. આ પ્રતિષ્ઠિત એવોર્ડ ભારતમાં એવા સોશિયલ ઇનોવેટર્સના શ્રેષ્ઠ યોગદાનને ઓળખી કાઢે છે અને ઉજવણી કરે છે જેમણે તેમની અપવાદરૂપ સોશિયો-બિઝનેસ પહેલ મારફતે અનેક જિંદગીઓ અને સમુદાયોની જિંદગી પ્રસ્થાપિત કરી છે.આ વિસ્તરિત પસંદગી પ્રક્રિયા વિવિધ પરિબળો જેમ કે સંસ્થાના સામાજિક અસમાનતા તરફે, બહિષ્કાર અને સીમાંતવાદ, સોશિયલ મોડેલ અને પહેલની વિશિષ્ટતા તરફે સંસ્થાના વલણ અને ટકાઉ પદ્ધતિસરના ફેરફારોનું સર્જન કરવાની સક્ષમતા પર આધારિત છે. શ્વેબ ફાઉન્ડેશન અને જ્યુબીલન્ટ ભારતીયા ફાઉન્ડેશનએ નીચેના ઊંચી અસર ધરાવતા સોશિયલ ઇનોવેટર્સને ફાઇનાલિસ્ટ તરીકે પસંદ કરતા બેકગ્રાઉન્ડ સંશોધન, વ્યક્તિગત અને ટીમ ઇન્ટરેક્શન્સ, અસર આકારણી, નિષ્ણાતોની સમીક્ષા અને સંદર્ભ તપાસ હાથ ધરવા માટે પણ હાથ મિલાવ્યા હતા. આજે જાહેર થયેલા ચાર ફાઈનાલિસ્ટમાંડૉ અર્પણા હેગડે, ARMMAN, મુંબઇ, કુ. બીજલ બ્રહ્મભટ્ટ, મહિલા હાઉસિંગ સેવા ટ્રસ્ટ, અમદાવાદ , ધીમંત પારેખ અને અનુરાધા પારેખ, ધ બેટર ઇન્ડિયાસ, બેંગલુરુ , ડૉ. શુચીન બજાજ, ઉજાલા સિગ્નસ હેલ્થકેર, નવી દિલ્હીનો સમાવેશ થાય છે.સોશિયલ એન્ટરપ્રિન્યોર ઓફ ધ યર ઇન્ડિયા એવોર્ડના વિજેતાઓની પસંદગી ઉદ્યોગ માંધાતાઓ અને વિવિધ બેકગ્રાઉન્ડ ધરાવતી વિખ્યાત વ્યક્તિઓની પ્રતિષ્ઠિત જ્યુરી દ્વારા કરવામાં આવશે. આ એવોર્ડની ઘોષણા 25 ઓગસ્ટ 2023ના રોજ સામાજિક ઉદ્યોગસાહસિકતાની ઉજવણી કરવા માટે એકત્રિત થયેલ પ્રતિષ્ઠિત વૈશ્વિક અગ્રણીઓ અને વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓની હાજરીમાં નવી દિલ્હી ખાતેની એક ભવ્ય પ્રસંગમાં કરવામાં આવશે.SEOY ઇન્ડિયા એવોર્ડ 2023એ ચાલુ વર્ષે 110 વિવિધ અરજીઓ પ્રાપ્ત કરી હતી, જેમાંની 60% પ્રથમ વખતા અરજદારોની હતી, જે નવી સંસ્થાઓ સુધીની પહોંચને વ્યક્ત કરે છે. અરજીઓમાં ટોચના પાંચ ક્ષેત્રો શિક્ષણ, આરોગ્ય, ગ્રામિણ વિકાસ, પર્યાવરણ (કચરા સંચાલન), જળ અને સાહસ વિકાસનો સમાવેશ થાય છે.
જ્યુબિલન્ટ ભારતિય અને શ્વેબ ફાઉન્ડેશન આયોજીત SEOY એવોર્ડનાં ફાઈનાલિસ્ટની જાહેરાત
Views: 130
Read Time:3 Minute, 17 Second