
પ્રથમ બનાવની વાત કરીએ તો સાણંદ એક્સિસ બેંક બ્રાંચના મેનેજરને છરી બતાવી લૂંટ કરવામાં આવી છે. મેનેજર ગુરુદત્ત શર્મા નોકરી પૂર્ણ કરીને શાંતિપૂરા સર્કલથી એસ.પી.રીંગ રોડ પર જઈ રહ્યા હતા. આ સમયે એપલવૂડ સામે સર્વિસ રોડ પર નંબર પ્લેટ વગરના એક્ટિવા ચાલકે તેમની કાર ઓવર ટેક કરી ગાડી રોકી હતી. જે સાથે વ્યક્તિ કહેવા લાગ્યો હતો કે તમે મારી એક્ટિવા સાથે અકસ્માત સર્જ્યો છે. આવું કહીને ફરિયાદીને ગાડીમાંથી બહાર કાઢી ચાવી લઇ લીધી હતી.
બીજા એક બનાવમાં સેટેલાઇટ વિસ્તારમાં શિવાલિક શિલ્પ પાસે ધ નોર્થ કંસ્ટ્રક્સન સાઇટ પર સેન્ટિંગનું કામ કરતા દીનાનાથ ગુપ્તા તેમના કામદારને વેજલપુર ખાતે મૂકીને પરત સાઇટ પર ફરતા હતા તે દરમિયાન એક અજાણ્યા શખ્સે તેમને રોક્યા હતા અને કહ્યું હતું કે તું એક્ટિવા કેમ આ રીતે ચલાવે છે? આવું કહીને તેમને મનફાવે તેમ બોલાવા લાગ્યો હતો. જેથી ફરિયાદીએ તેને આમ ન કરવા કહેતા તે ઉશ્કેરાઈ ગયો હતો અને આ શખ્સે છરી કાઢીને ફરિયાદીને ધમકાવતા ફરિયાદી ગભરાઈને એકટિવા મૂકી ફરાર થઈ ગયા હતા.