આણંદ નગરપાલિકા ના વોર્ડ નં.5 માં છેલ્લા કેટલા સમય થી પીવાનું પાણી પ્રશ્ર્ન હોઈ ઘણા સમય થી સોસાયટીએ ના રહીશો ને તકલીફ ભોગવી રહ્યા હતા.આણંદ જિલ્લા ભાજપ લઘુમતિ મોરચા.મહામંત્રી ફિરોજ મોગરીયા ને રજૂઆત કરતા વોટર વર્કસ કમીટી ચેરમેન નયનાબેન ગોહેલ ને તાત્કાલિક લેખીત તથા મૌખિક રજુઆત કરવામાં આવી હતી. જેના ફળ સ્વરૂપે તત્કાલીક નગર પાલીકા ની ટીમ ને મોકલી સોસાયટી રહીશો નો પ્રશ્ર્ન નો સ્થળ પર યુદ્ધ ના ધોરણે નિકાલ કરવામાં આવવાથી સોસાયટી ના રહીશો માં આનંદ ની લાગણી ફેલાઈ હતી જેથી રહીશો દ્વારા ચેરમેન શ્રી નો આભાર વ્યક્ત કર્યો હતો આ કામગીરી કાર્યાલય મંત્રી ફારૂક ખેડાવાલા. આરીફ નાળિયેર વાલા,રફીક શેખ, મુજજમીલ મલેક, ઈમરાન ખાન પઠાણ, ફાજલ મલેક, ની જાત દેખરેખ માં થતા વોર્ડ 5 ના મોટી સંખ્યા માં ભાઈ- બહેનો હાજર રહ્યા હતા.
(રિપોર્ટર, ફરહીન બહાદરપુરવાળા, આણંદ)